Main Menu

કલેકટર આયુષ ઓક ના હસ્તે જમીન મહેસુલ ઓપન ફોરમમાં જમીન પરવાનગી ના ૫૬ આદેશો એનાયત કરાયા

જમીન મહેસુલ કાયદા તેમજ અન્ય કામગીરી તળે ની કાર્યપધ્ધતિ ને ઝડપી
અને સરળ બનાવવા ના અભિગમ સાથે સાર્થક કરવા અને વિકાસને ગતિશીલ બનાવવા જમીન મહેસુલના આદેશો આજે કલેકટરશ્રી આયુષ ઓક ના હસ્તે અરજદારોને એનાયત કરવામાં આવ્યા હતા. તદનુસાર આજે યોજાયેલા ઓપન ફોરમ માં બાંધકામ મુદત વધારાના ૪૮ હુકમો,બીનખેતી પરવાનગીના ૬ હુકમો તેમજ સરકારી કચેરીઓ માટે ફાળવવામાં આવેલ જમીનોના ૨ આદેશો કલેકટરશ્રી આયુષ ઓકે સુપ્રત કર્યા હતા.
આ ફોરમમાં અધિક કલેકટરશ્રી એ.બી.પાંડોર તેમજ મહેસુલી અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.