Main Menu

પીપાવાવ ધામ આંદોલન નો 56 માં દિવસે આવ્યો અંત…દબાણ કરેલા ઝીંગા ફામ પર પ્રાંત અધિકારી ની ટિમો ત્રાટકી ડીમોલેશન યુદ્ધ ના ધોરણે શરૂ

પીપાવાવ ધામ ના ગ્રામજનો દ્વારા પ્રાંત કચેરી સામે એતિહાસિક આંદોલન નો 56 માં દિવસે આવ્યો અંત વહીવટી તંત્ર હરકત માં આવી દબાણ કરેલા ઝીંગા ફામ પર પ્રાંત અધિકારી ની ટિમો ત્રાટકી ડીમોલેશન યુદ્ધ ના ધોરણે શરૂ કરાયું
અમરેલી જિલ્લા માં દરિયા કાંઠે આવેલ  રાજુલા તાલુકા ના પીપાવાવ ધામ ની જમીન પર સ્થાનિક  ભૂમાફિયા ઓ દ્વારા સરકારી જમીન પર કેટલાક ભૂમાફિયા ઓ દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરવા માં આવ્યું હતું જેની સામે પીપાવાવ ધામ ના સરપંચ સહીત ગામ લોકો રાજુલા પ્રાંત કચેરી સામે 56 દિવસ થી ઉપવાસ આંદોલન કરી રહ્યા છે જમીન પર દબાણ દૂર કરવા માટે ગામ લોકો ની માંગ હતી આ વિસ્તાર માં આંદોલન સૌવ થી મોટું અને ઐતિહાસિક બની ગયું હતું અને ગામ લોકો પ્રાંત કચેરી સામે ન્યાય ની માંગ સાથે તંત્ર સામે મોરચો મંડ્યો હતો પરંતુ આજે વહીવટી તંત્ર હરકત માં આવતા રાજુલા પ્રાંત અધિકારી કે.એસ. ડાભી એ અલગ મામલતદાર નાયબ મામલતદાર રેવન્યુ તલાટી મંત્રી ની ટિમો બનાવી ગેર કાયદેસર જમીન પર જેસીબી જેવા મશીનરી સાથે પોહચી ડીમોલેશન ની કામગીરી યુદ્ધ ના ધોરણે શરૂ કરવા માં આવી છે અહીં કાયદોવ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્તપોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે જેને લઇ ને વહીવટી તંત્ર દ્વારા શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે ગેરકાયદેસર દબાણો હટાવવા ની કામગીરી શરૂ કરવા માં આવી છે