Main Menu

સાવરકુંડલાના પ્રગતીશીલ ખેડૂતે કરી કમાલ: ૧૦ કિલોનું બીટની નવતર ખેતી કરી ખેત ક્ષેત્રે નવતર ક્રાંતિ કરી

સામાન્ય રીતે શાકભાજી માં સલાડ સહીત ખાદ્ય પદાર્થ તેમજ દેશી દવા ના ઉપયોગ માં લેવાતું બીટ ૨૫૦ ગ્રામ નું હોય છે.પરંતુ સાવરકુંડલા ના ખેડૂત સુરેશ ભાઈ બાબરિયા એ પોતાની કોઠા સુજ થી પોતાની પડતર ૧ વીઘા ની જમીન માં બીટ ની ખેતી કરી જેમાં એક બીટ નો ફાલ ૮ કિલો થી વધુ આવતા લોકો અહી જોવા ઉમટી પડ્‌યા છે.અહી સાવરકુંડલા થી બે કિમી દુર આ ખેડૂતે પોતાની વાડી માં બીટ નું વાવેતર કર્યું હતું.જેમાં પોતાની કોઠા સુજ થી આ બીટ ને ૮ કિલો નું જમ્બો ફળ બનાવી લોકો ને અચરજ માં મૂકી દીધા છે.જેમાં ખાસ તો સફેદ બીટ નું વાવેતર કરેલ છે જેનો ભાવ ખુબ સારો મળી રહે છે.ત્યારે આ સુરેશ ભાઈ એ એક મહિના માં ૬૦ હજાર થી વધુ કીમત ના બીટ વેચી ટુકા સમય માં સારી કમાણી કરી છે.વળી અઠવાડિયા માં માત્ર એકજ વાર પાણી અને નહિવત દવા કે ખાતર ની જરૂર પડતી હોવાથી આ બીટ ની ખેતી માં સારો નફો મળે છે.બીટ ની ખેતી સાથે કોથમરી નું વાવેતર પણ સારું થયું હોય ત્યારે અમરેલી જીલ્લામાં બીટ ની ખેતી શરુ થઇ છે અને સફેદ બીટ વિદેશમાં વેચતા હોવાથી સફેદ બીટ નું વાવેતર કરીને સાવરકુંડલા ના ખેડૂતને સરકારે પણ બિરદાવ્યા હતા.