Main Menu

યુવક નેતૃત્‍વ તાલીમ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન

યુવક સેવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગર યુવક નેતૃત્‍વ તાલીમ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. શિબિરમાં ભાગ લેવા ઇચ્‍છુક ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર દ્વારા યોજવામાં આવનાર આ કાર્યક્રમ માટે નિયત કરેલ સ્‍થળે શિબિર યોજાશે.

યુવક નેતૃત્‍વ તાલીમમાં યુવક મંડળ, પર્યાવરણ, ઉદ્યોગો પંચાયતી માળખાનો ખ્‍યાલ, રાષ્‍ટ્રીય એકતા, નેતૃત્‍વ અંગેના ગુણોની ચર્ચા સહિતના મુદ્દાઓ પરમાહિતી-માર્ગદર્શન આપવામાં આવશે.

યોગાસન તાલીમ શિબિરમાં યુવક મંડળ, પર્યાવરણ, ઉદ્યોગો પંચાયતી માળખાનો ખ્‍યાલ, રાષ્‍ટ્રીય એકતા, નેતૃત્‍વ અંગેના ગુણોની ચર્ચા સહિતના મુદ્દાઓ પર માહિતી-માર્ગદર્શન આપવામાં આવશે તેમજ યોગ તજજ્ઞો દ્વારા યોગના આસનો અને તેની સંપર્ણ માહિતી આપવામાં આવશે.

પસંદ થયેલ ઉમેદવારોને આવવા-જવાનો પ્રવાસખર્ચ, ભોજન, નિવાસની સુવિધા આપવામાં આવશે. યુવક નેતૃત્‍વ તાલીમ અને યોગાસન તાલીમ શિબિરમાં ભાગ લેવા ઇચ્‍છુકોઓએ જિલ્‍લા રમતગમત અધિકારીશ્રી, જિલ્‍લા રમતગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક-સી, પ્રથમ માળ, રૂમ નં.૧૧૦નો તા.૨૦ જુલાઇ-૨૦૧૮ સુધીમાં સંપર્ક કરવા, જિલ્‍લા રમતગમત અધિકારીશ્રી-અમરેલીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.