Main Menu

રાહુલ ગાંધી આગામી સપ્તાહે રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લાની મુલાકાતે

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરુપે કાેંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ આવતા સપ્તાહ ગુજરાતની મુલાકાતે આવશે તેમ કાેંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઆે મુખ્યત્વે રાજકોટ, ભાવનગર અને જૂનાગઢ જશે.અને વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કાેંગ્રેસની પડખે રહ્યું હોવાથી રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના પ્રવાસને વધુ મહત્વ આપી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે. સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન તેઆે જુદી જુદી બેઠકો કરશે અને કેટલાક નારાજ નેતાઆેની પણ મુલાકાત કરશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી માટે કેવા ઉમેદવારોની પસંદગી કરવી જોઈએ તે અંગે પણ સ્થાનિક નેતાઆે તથા કાર્યકરોનો વ્યૂહ પણ જાણશે. કાેંગ્રેસના સૂત્રોના વધુમાં જણાવ્યા અનુસાર ગુજરાત કાેંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણીની તૈયારી કેવી ચાલી રહી છે તેની પણ રાહુલ ગાંધી સમીક્ષા કરશે . આ પ્રવાસ બાદ રાહુલ ગાંધી ગુજરાતના કેટલાક નેતાઆેને દિલ્હી બોલાવશે અને વ્યિક્તગત તેમની સાથે લોકસભાની ચૂંટણી તેમજ સંગઠનની તૈયારીઆે વિષે ચર્ચા કરી કેટલીક નવી જવાબદારી પણ પ્રદેશ આગેવાનોને સાેંપે તો નવાઈ નહિ.