Main Menu

ઘોઘા અને ભાવનગર ખેડૂતો છેલ્લા 8 મહિના ને 17 દિવસથી આંદોલન ચલાવી રહયા છે

કેન્દ્રની એન.ડી.એ.સરકાર ખેડૂતોની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ : ઘોઘા તાલુકા પંચાય પ્રમુખ સંજયસિંહ ગોહિલ

ભાવનગર જિલ્લાના ઘોઘા અને ભાવનગર તાલુકાના 12 ગામના ખેડૂતો છેલ્લા 8 મહિના ને 17 દિવસથી આંદોલન ચલાવી રહયા છે,છેલ્લા 35 દિવસથી પ્રતીક ધારણા કરી રહયા છે છતાં સરકાર કે અધિકારીઓ દ્વારા કોયજ પપ્રતિભાવ  ના આપતા આજથી  અનશન ચાલુ કર્યા છે,ખેડૂત વિરોધી સરકારી નીતિ સામે ખેડૂતોની વ્યાજબી માંગણી હોવા છતાં ખેડુતિની વાત સાંભળવા કોઈ તયાર નથી ત્યારે આજે અનશન છાવણી ની મુલાખાતે ઘોઘા તાલુકા પંચયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) ઘોઘા તાલુકા કૉંગ્રેસ સમિતિ પ્રમુખ રેવતસિંહ ગોહિલ ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ ઘોઘા તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ ગોહિલ,મુકેશભાઈ ગોહિલ,ચંદુભા ગોહિલ,ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલ,ઘોઘા તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન સોહિલભાઈ મકવા,તાલુકા પંચાયત સદસ્ય કાનજીભાઈ કંટારીયા અને કૉંગ્રેસ અગ્રણી હરેશભાઇ ગાંધી સહિતના આગેવાનોએ મુલાકાત કરી ખેડૂતોની સાથે ઉભા રહેવાની ખાતરી આપી આવનારા દિવસોમાં સરકાર ખેડૂતોની વાત નહીં સાંભળે તો ગાંધી ચીંધ્યામાર્ગે આંદોલન ઉગ્ર બનશે જમીન અધિગ્રહણ 2013 ની કલમ 24(2) મુજબ ખેડૂતો પોતાની માગણી કરી રહયા છે  જે વ્યાજબી છે છતાં ખેડૂત વિરોધી ગુજરાત અને કેન્દ્રની એન.ડી.એ.સરકાર ખેડૂતોની વાત સાંભળવા ત્યાર નથી,જગતનો તાત ખેડૂત આખા જગતનું પેટ આનાજ પકવીને ભરે છે ત્યારે આજે ખુદ ખેડૂતને અનશન કરવાની ફરજ પડી છે તેમ ઘોઘા તાલુકા પંચાય પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા ઉગ્ર રોષ વ્યકત કરવામાં આવ્યો છે