Main Menu

લશ્કરી ભરતી મેળામાં મેડિકલ ટેસ્‍ટમાં પાસ થયેલા ઉમેદવારો માટે પરીક્ષાલક્ષી તાલીમ વર્ગનું આયોજન

સોલ્જર જનરલ ડ્યૂટી, સોલ્જર ટેક્નિકલ, સોલ્જર ક્લાર્ક તેમજ સોલ્જર ટેક્નિકલ (નર્સિંગ આસિસટન્‍ટ), સોલ્જર ટ્રેડમેન, હાઉસ કીપરની જગ્યા માટેનો લશ્કરી ભરતી મેળો રાજકોટ ખાતે યોજાયો હતો. તા.૫ મે-૨૦૧૮ના રોજ મેડિકલ ટેસ્‍ટમાં અમરેલી જિલ્‍લાના જે ઉમેદવારો પાસ થયા હોય અને એડમિટ કાર્ડ મળ્યું હોય તેવા ઉમેદવારો માટે રોજગાર કચેરી દ્વારા બિનનિવાસી પરીક્ષાલક્ષી તાલીમ વર્ગ યોજવામાં આવનાર છે.

સાત દિવસીય આ તાલીમવર્ગમાં ભાગ લેવા ઇચ્‍છુક ઉમેદવારોએ વિગતો માટે જિલ્‍લા રોજગાર કચેરીનો તાત્‍કાલિક સંપર્ક કરવો. તાલીમ વર્ગમાં જોડાવવા માટેની અરજી સાથે નોંધણી કાર્ડ તથા એડમિટ કાર્ડની નકલ જિલ્‍લા રોજગાર કચેરી, પ્રથમ માળ, બ્લોક-સી, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ-અમરેલીને દિન-૭માં પહોંચાડવાની રહેશે, તેમ રોજગાર અધિકારીશ્રી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.