Main Menu

અમરેલી-ભુજથી ભાવનગર જતી એસ.ટી બસ અને ડમ્પર અકસ્માત…બાબરા બસસ્ટેન્ડ નજીક થયો અકસ્માત…. અકસ્માતમાં એસ.ટી અને ડમ્પર વચ્ચે આવેલ બે બાઈક સવારોના ઘટના સ્થળે મોત….

બાબરા બસસ્ટેન્ડ નજીક એસટી બસ અને ડમ્પર વચ્ચે બાઇક આવી જતા ઘટનાસ્થળે બાઇક સવાર સહિત બેના મોત નીપજ્યા હતા. જ્યારે એસટી બસના ડ્રાઇવર સહિત 9 લોકોને ઇજા પહોંચતા બાબરા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત મુજબ ભૂજથી ભાવનગર જતી એસટી બસ અને ડમ્પર વચ્ચે બે બાઇક આવી ગઇ હતી. આથી બે બાઇક ચાલકના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એસટી બસના ડ્રાઇવર સહિત 9 મુસાફરોને ઇજા પહોંચતા બાબરા હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.