Main Menu

ભંડારિયામાં અત્યંત જવનશીલ કેમિકલ ભરેલું ટેન્કર નાળા પરથી નીચે ખાબકતા ભારે દોડધામ

ફાયર બ્રિગેડ સ્ટાફે દોડી સંભવીત આગની ઘટનાને રોકવા જઇ ફોમનો છંટકાવ કર્યો, ટ્રાફીક પોલીસની સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના અટકી ઃ નીચે ફસડાયેલ ટેન્કરમાંથી કેમિકલ ઉડતા એક મહિલાની આંખમાં પડéું, ગાયો પર પણ ઉડયું, સદનસીબે કોઈ જાનહાની નહી પરંતુ લોકોમાં ડર સાથે ભય
ભાવનગર સોમનાથ ધોરી માર્ગ પરના ભંડારિયા ગામે આજે સવારે નાળા પરથી કેમીકલ ભરેલું ટેન્કર નીચે ખાબકયું હતું જેના પગલે ભય સાથે નાસભાગ મચેલ. ટેન્કરમાંથી ઉડેલું કેમિકલ ગાયો પર પડéું હતું જ્યારે એક મહિલાના આંખમાં પણ પડતા બળતરાની ફરિયાદ સાથે પ્રાથમિક સારવાર અપાયેલ. ફાયર બ્રિગેડએ પહાેંચી જઇ ફોમનો છંટકાવ કરી સંભવીત આગની ઘટના નિવારી લીધી હતી. ભંડારિયામાં રાજાશાહી વખતના ત્રણ નાળા તરીકે આેળખાતા પુલની બંને બાજુની દિવાલ અને પુલનો કેટલોક ભાગ ઘણા સમયથી જર્જરીત થયેલો છે આ અંગે વારંવાર હાઇવે આેથાેરિટીનું ધ્યાન દોરવા છતાં કોઈ પગલાં ભરાયા નથી આખરે જે દહેશત હતી એ જ આજે થયું હતું ! કેમિકલ ભરી નીકળેલું ટેન્કર નં જીજે12બીવી 9808ના ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવતા ટેન્કર લગભગ 25 ફૂટ નીચે નાળામાં ફસડાયું હતું અને ધડાકાભેર અવાજ સાથે ટેન્ક ફાટતા તેમાં ભરેલું પ્રવાહી કેમિકલ ઉડયું હતું. અહી નાળા નીચે બેઠેલી ગાયો પર કેમિકલ ઉડતા અને ટેન્કર પડવાનો અવાજ આવતા ગાયોમાં ભય સાથે ફફડાટ મચ્યો હતો જયારે નાળા પાસે રહેતા લોકો પણ ભય અને કુતૂહલના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. ટેન્કરમાંથી ઉડેલું કેમિકલ એક મહિલાના આંખમાં પડતા આંખમાં બળતરાની ફરિયાદ સાથે પ્રાથમીક તબીબી સારવાર અપાઇ હતી. આ ઘટના બનતા હાઇવે ટ્રાફિક પોલીસના હે.કો ભરતસિંહ ગોહિલ, કો. હરદેવભાઈ અને જયદેવભાઈ જાદવ તથા વિપુલભાઈ પંડéા વિગેરેએ તુરંત જ ટ્રાફિક વ્યવસ્થા જાળવી સાથે પોલીસ કંટ્રાેલને વાકેફ કરતા ઘટનાની ગંભીરતા સમજી ફાયર બ્રિગેડને જાણ કરાતા ભાવનગરથી ફાયર સ્ટાફે દોડી જઇ ફોમનો છંટકાવ કરેલ જેથી આગ જેવી ઘટના બને નહી. ફાયર સ્ટાફ પાસેથી વધુમાં ઉપલબ્ધ વિગતો મુજબ દુર્ઘટનાગ્રસ્ત ટેન્કરમાં અત્યંત જવનશીલ પ્રકારનું ‘બેન્જીન’ કેમિકલ ભરેલું છે. કોઈ બાજુમાં બીડી સળગાવે તો પણ તુરંત આગ ભભૂકી ઉઠે એટલું તિવ્ર જવનશીલ ગણવામાં આવે છે. ટેન્કરમાં 20 કે.એલ જથ્થાે ભરેલો હતો.