Main Menu

બાબરામાં નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ ના કામો માં આચરેલ ભ્રષ્ટાચાર ની યોગ્ય તપાસ અર્થે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું

બાબરામાં નગરપાલિકા દ્વારા શહેર ના વિવિધ વિકાસ ના કામોમાં આચરેલ ભ્રષ્ટાચાર ની યોગ્ય તપાસ અર્થે ચેમ્બરઓફકોમર્સ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવી રજુવાત કરેલ છે
 બાબરામાં નગરપાલિકા દ્વારા શહેર ની બઝારોમાં આરસીસી રોડ નબળો બનાવી મોટો ભ્રષ્ટાચાર આચરેલ છે તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડસ્ટબીન નું કૌભાંડ કરવામાં આવ્યું છે ત્યારે નગરપાલિકા ના વહીવટ ની વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ શહેર ના વેપારી મંડળ દ્વારા કરવા આવી છે
 રાજ્ય ના પ્રાદેશિક કમિશનર ને બાબરા મામલતદાર એન.કે.ખીમાણી દ્વારા વેઓરીઓ દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે વેપારીઓ દ્વારા આવેદનપત્ર માં જણાવ્યા છે કે નગરપાલિકા દ્વારા શહેર ની કાળુભાર નદી ને સાફ કરવામાં આવી નથી જેના કારણે સોમાચા ની સીઝનમાં નદીમાં વરસાદી પાણી ભરાઈ જાય તેની ભીતિ નીચાંણ વાળા રહીશો ને અને વેઓરીઓ ને સતાવી રહી છે આ સિવાય શહેર માં એકપણ મુખ્ય બઝારો માં નગરપાલિકા દ્વારા યુરિનલ બનાવવામાં આવ્યું નથી જેના કારણે ગ્રામ્યવિસ્તાર માં થી હટાણું કરવા આવતા લોકો અને વેપારીઓ ને ભારે હાલાકી ભોગવવા નો વારો આવે છે
 ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ મુનાભાઈ મલકાણે જણાવ્યું હતું કે પાલીકા પ્રમુખ અને ચીફઓફિસર ને અનેકવાર રજુવાત કરવામાં આવી તેમ છતાં નબળા કામ ની યોગ્ય તપાસ કરવામાં આવતી નથી કે અન્ય કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી નથી
   વધુમાં વેપારીઓ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવા માં આવી છે કે જો આ બાબતે ગંભીરતાથી કોઈ નક્કર કાર્યવાહી નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં બાબરા બંધ નું એલાન સહિત ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે
બાબરામાં નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ ના કામો માં ગેરરીતિ બાબતે અનેકવાર પાલીકા ના સભ્યો પણ અવાજ ઉઠાવી ચુક્યા છે અને લોકોમાં પણ ભારે સર્ચાઓ છે ત્યારે વેપારીઓ દ્વારા પાલીકા ના વિવિધ કામો ની તટસ્થ તપાસ ની માંગ કરવામાં આવી છે  ત્યારે જોવાનું એ રહ્યું કે અગાવ અનેક રજુવાત નું સુરસુરયુ થયું છે ત્યારે વેપારીઓ ની માંગ કેટલા અંશે સંતોષાય છે તે આવનારો સમય કહેછે