Main Menu

શેત્રુજી નદીમાંથી રેતી ચોરી કરતાં ૦૩ ટ્રેકટરો સાથે ચાર ઇસમોની ધરપકડ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લાની નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને
નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય તે રીતે તમામને કામગીરી કરવા સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી જિલ્લામાં ચાંપાથળ નજીક શેત્રુજી નદીમાં રેતીચોરી કરતાં નીચે મુજબના ઇસમોને પકડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.રેતી ચોરી કરતાં પકડાયેલ આરોપીઓ
(૧) મનોજભાઇ કાળુભાઇ ડાંગર ઉ.વ.૩૦ ધંધો.ડ્રાઇવીંગ રહે.રોકડીયા પરા અમરેલી
(૨) ગુણો બાધાભાઇ રાણાવાડીયા ઉ.વ.૨૫ ધંધો.ડ્રાઇવીંગ રહે.ફતેપુર તા.જી.અમરેલી
(૩) રાજુ ઉર્ફે ભગત બાલાભાઇ રાઠોડ ઉ.વ.૨૮ ધંધો.ડ્રાઇવીંગ રહે.અમરેલી સા.કુંડલા બાયપાસ ચોકડી
(૪) રાજેશભાઇ ઉર્ફે બાવકુ અશોકભાઇ જાદવ ઉ.વ.૨૫ ધંધો. ડ્રાઇવીંગ રહે.અમરેલી બાયપાસ સા.કુંડલા ચોકડી તા.જી.અમરેલી
વાળાઓને તા.૦૬/૦૭/૨૦૧૮ ના ક.૦૭/૩૦ વાગ્યે ધોરણસર અટ કરેલ છે.
(૫) મગનભાઇ વાળા રહે.અમરેલી રોકડીયા પરા વાળા હાજર નહી મળી આવેલ
કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ-
રેતી આશરે સાડા આઠ ટન ટન, કિં.રૂ.૪૨૫૦/- તથા ટ્રેકટર ટ્રોલી સાથે ના વાહનો ૦૩ વાહનો જેની કુલ
કિં.રૂ./-૧૦,૨૦,૦૦૦/- રેતી સહિત કિં.રૂ.૧૦,૨૪,૨૫૦/- (દસ લાખ ચોવીસ હજાર બસો પચાસ પુરા) ના મુદ્દામાલ કબ્જે કરી
આગળની વધુ તપાસ થવા સારૂ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી .કરાવવામાં આવેલ છે.