Main Menu

તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ/રેડ

૧૮ જેટલી દુકાન ધારકો પાસેથી રૂ. ૧૨,૭૦૦ /- નો દંડ વસુલ

તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (COTPA-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ તમાકુ
નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ/રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એચ. એફ. પટેલ સાહેબના માર્ગદર્શન નીચે
તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા આજરોજ તા.૦૭/૦૭/૨૦૧૮ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી તળાજા અર્બન વિસ્તારમાં ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી
હતી. જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી ૧૮ જેટલી દુકાન
ધારકો પાસેથી રૂ. ૧૨,૭૦૦ /- નો દંડ વસુલ કરવામાં આવેલ. જેમાં વેપારીઓ દ્વારા “તમાકુથી કેન્સર થાય છે” અને “૧૮ વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ તમાકુ નું
વેચાણ/ ખરીદી એ દંડનીય ગુનો છે” અને “સિગારેટ તથા બીડીના છુટક વેચાણ પ્રતિબંધિત છે.” એવું લખાણ સાથે નિર્દિષ્ટ આરોગ્ય –વિષયક ચેતવણી વિના
સિગારેટસ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ બીડી, સિગારેટ માં ૮૫% ભાગમાં ‘‘તમાકુ જીવલેણ છે’’ ‘‘તમાકુના સેવનથી મોઢાનું કેન્સર
થાય છે.’’ તેવું સચિત્ર ચેતવણી જેવી બાબતો સાથે પાકા બીલ વગરની પરદેશી બનાવટની ઈમ્પોટેડ સિગારેટનું બિન અધિકૃત રીતે વેચાણ એ બાબતો આવરી
લેવામાં આવી હતી. આ કામગીરીમા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો. નિલેશ પટેલ, તળાજા પોલીસ વિભાગના એ.એસ.આઇ. ડી.એ.ગોહિલ, મામલતદાર વિભાગના
એલ.બી.ચારડીયા, શિક્ષણ વિભાગના જે.એલ.બારૈયા, તાલુકા હેલ્થ આઇ.સી ઓફિસર કે.જે. પંડ્યા તથા NTCP- સોશ્યલવર્કર હિરેનભાઇ, NTCP- કાઉન્સેલર
મમતાબેન આ કામગીરીમા સહભાગી બન્યા હતા. સામેલ બાબતોને વર્તમાન પત્રમાં વિના મુલ્યે પ્રસિદ્ધ કરવા યોગ્ય કરશોજી.