Main Menu

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વિસ્તારમાંથી જુગારી ને રોકડા રૂ.૧૫,૮૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ભાવનગર રેન્જ આર આર સેલ ટીમ

ભાવનગર રેંજ આઈ.જી.પી.  શ્રી અમિતકુમાર વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ દારૂ તેમજ જુગારની બદી નેસ્તનાબુદ કરવા આપેલ સૂચના મુજબ બાબરા તાલુકાના ટાઉન વિસ્તારમાંથી જાહેરમાં તીનપત્તિનો હારજીતનો જુગાર ચાલુ હોવાની ભાવનગર આર.આર.સેલ ના *હેડ.કોન્સ કિરણ સોલંકી* ને મળેલી બાતમી ના આધારે  *એ.એસ.આઈ. વી.ડી. ગોહિલ* તથા બાબરા સ્થાનિક પોલીસ ને સાથે રાખી બાબરા નિલવળા રોડ એ આવેલી જી.આઈ.ડી.સી.ના સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા ઈસમો પર રેઈડ કરતા
♠ વીનું બટુકભાઈ દાનાવડિયા રે.બાબરા
♣ હિંમત નારણભાઇ રાઠોડ રે. પુંજા પાદર તા.લીલીયા
♥️ વિનુ ગોવિંદભાઇ ચણિયારા રે.કરીયાણા
♦ રમેશ મકાભાઈ દાનાવડિયા રે.બાબરા
♠રમેશ ઘોહાભાઈ દાનાવડીયા રે.બાબરા
વાળાઓ ને રોકડા રૂ.૧૫,૮૫૦/- સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે અને તમામ ઈસમો વિરુદ્ધ જુગારધારા કલમ મુજબ ગુન્હો રજી. કરી બાબરા પો.સ્ટે. ખાતે સોંપી આપવામાં આવેલ છે