Main Menu

વરૂણ દેવતાએ સૌરાષ્ટ્ર તરફથી મોં ફેરવી લીધું!

વરસાદે જાણે સૌરાષ્ટ્ર સાથે રિસાયો હોય એવુ લાગી રહ્યું છે. વાવણીલાયક વરસાદ ન થતા અને જળાશયો ખાલીમખ બનતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

જુન બાદ જુલાઈ મહિનાનો સપ્તાહ વિત્યો છતાંયે વરસાદ જાણે વરસવાનું નામ નથી લઈ રહ્યો. સૌરાષ્ટ્રમાં લોકો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. એક તરફ ખેડૂતોએ ખેતારમાં સમયસર વરસાદની આશાએ ખરીફ પાકોનું વાવેતર કરી દીધું છે. વાવેતર થયાને પણ એકાદ સપ્તાહ જેવો સમય થવા આવ્યો પરંતુ વરસાદ ખેંચાતો જ જાય છે. જેના કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ખેરાયા છે.

તેવી જ રીતે લોકોને વરસાદ ના પડતા ઉનાળા જેવો જ અહેસાસ થઈ રહ્યો છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના 138 જેટલા જળાશયો ખાલીખમ છે. જ્યારે બાકીના કેટલાક જળાશયોના પણ તળિયા દેખાયા લાગ્યા છે.

જો વાત કરવામાં આવે તો રાજકોટના 19, સુરેન્દ્રનગરના 11 જળાશયો ખાલીખમ છે. તેવી જ રીતે અમરેલીનું 1, જામનગરના 14 જળાશયો તળિયા ઝાટક થયા છે. દેવભૂમિ દ્વારકામાં પણ 5, જૂનાગઢમાં 8 જળાશયો પાણી વિહોણા છે.

ગીર સોમનાથ જિલ્લાના 5 જળાશયો પણ તળિયા જાટક. આ સ્થિતિમાં હજી જો વરસાદ ખેંચાય તો સ્થિતિ વધારે ગંભીર બને તેવી શક્યતા ઉભી થઈ છે.

વરસાદ ખેંચાય તો તંત્ર દ્વારા માસ્ટર પ્લાનની સ્થિતિ સર્જાશે