Main Menu

વાંકીયા ગામે વતનના રતન બાબુભાઈ પેથાણીનું આગેવાનો તથા સંસ્‍થાઓ દ્વારા ભવ્‍ય સન્‍માન થશે

અમરેલી તાલુકાના વાંકીયા ગામના વતની તથા અમદાવાદ સ્‍થિત નિજાંનદ સેવા સંઘના પ્રમુખ, ઉદ્યોગપતિ બાબુભાઈ રામજીભાઈ પેથાણી પરિવાર દ્વારા વતન વાંકીયામાં રૂા.11 લાખના ખર્ચે ભવ્‍ય, રજવાડી પ્રવેશદ્વારનું નિર્માણ કરવામાં આવ્‍યું છે જેનો લોકાર્પણ સમારોહ તા.14/07/ર018 શનિવાર, અષાઢીબીજના વાંકીયા ગામે સવારના 9:00 કલાકે રાખેલ છે. પ્રવેશદ્વારનું લોકાર્પણ કેન્‍દ્રીયકૃષિમંત્રી પરશોતમભાઈ રૂપાલાના હસ્‍તે થશે. જયારે ગુજરાતના કૃષિમંત્રીશ્રી આર.સી.ફળદુ, નાફસ્‍કોબના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, યુ.ફાઈનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, જિલ્‍લા ભાજપ પ્રમુખશ્રી હિરેનભાઈ હિરપરા, જિલ્‍લા સંઘના ચેરમેન શરદ લાખાણી, અમરડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, નિરજભાઈ અકબરી તા.પંચાયત અમરેલી મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેશે. વતન વાંકીયામાં રામદેવજી મંદિર, સ્‍વામીનારાયણ વિદ્યાલયમાં સખાવત કરનાર તથા પુર્વ અમદાવાદના પટેલ સમાજના કદાવર આગેવાન તથા ઔદ્યોગિક રત્‍ન બાબુભાઈ પેથાણી દ્વારા નિર્મિતરજવાડી પ્રવેશદ્વારના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી આગેવાનો સર્વશ્રી મગનભાઈ રામાણી-અમદાવાદ, વિઠલભાઈ સાવલીયા, ખોડલધામના ટ્રસ્‍ટી વસંતભાઈ મોવલીયા, પટેલ સમાજના પ્રમુખ ડી.કે.રૈયાણી, કાંતીભાઈ વઘાસીયા, દિનેશભાઈ બાંભરોલીયા, સુરેશભાઈ દેસાઈ, રમેશભાઈ કાથરોટીયા, ભરતભાઈ ચકરાણી, ચતુરભાઈ ખુંટ, મનસુખભાઈ ધાનાણી, મ્‍યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદના પદાધિકારીશ્રીઓ વિ.ઉપસ્‍થિત રહીને ભામાષા એવા વતન વાંકીયાના રતન બાબુભાઈ પેથાણીનું અવિસ્‍મરણીય સન્‍માન કરશે.
કૃષિમંત્રીશ્રીનો પદભાર સંભાળ્‍યા બાદ પ્રથમ વખતજ એક નહી પરંતુ બે-બે વર્તમાન કૃષિમંત્રીશ્રી તથા પુર્વ કૃષિમંત્રીશ્રી વાંકીયા ઈતિહાસમાં પ્રથમ વખત આવી રહયા છે ત્‍યારે પેથાણી પરિવાર-વાંકીયાના અશ્‍વિનભાઈ બી. પેથાણી-કાઉન્‍સિલર, દિનેશભાઈ બી. પેથાણી-દેવમ ડેવલપર્સ, મહેશ બી. પેથાણી-રામદેવ ડેવલપર્સ, હરેશ બાવીશી-પ્રમુખશ્રી ડાયનેમિક ગૃપ-અમરેલી, વાંકીયા ગામના તમામ વર્તમાન અને પુર્વ આગેવાનો તડામાર તૈયારી કરીને સમગ્ર સમારોહને સફળ અને અવિસ્‍મરણીય બનાવવા માટે આખરી ઓપ આપી રહયાં છે.