Main Menu

ભુમાફીયાઓ વિરૂઘ્‍ધનું આંદોલન સમેટાયું

[wpdevart_youtube]-1ZBi9a7fdk[/wpdevart_youtube]રાજુલા તાલુકાના પીપાવાવધામના સરપંચ તથા ગ્રામજનો છેલ્‍લા 76 દિવસથી રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહૃાા હતા. ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમીટેડ અને ભુમાફીયાઓના કબ્‍જામાંથી ગામની જમીન મુકત કરાવવા માટે આંદોલન કરી રહૃાા હતા. ત્‍યારેજયારે તંત્ર ઘ્‍વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ભુમાફીયાઓ ઘ્‍વારા કરવામાં આવેલ દબાણ દુર કર્યા હતા અને વરસાદના કારણે બાકી રહી ગયેલા દબાણો એક અઠવાડીયામાં દુર કરવામાં આવશે અને ગુજરાત હેવી કેમિકલ્‍સ લિમીટેડ કંપનીની જમીન માપણી સર્વે વિભાગ ઘ્‍વારા ચાલું છે. જમીન માપણીની માપણી સીટ આવી જાય એટલે કંપનીનું પણ દબાણ દુર કરવામાં આવશે અને તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવી લેખિત બાંહેધરી નાયબ કલેકટર ઘ્‍વારા આપવામાં આવી. તેમજ આંદોલનકારીઓ ઘ્‍વારા પણ લેખિત રજુઆત કરવામાં આવી હતી કે આપવામાં આવેલી બાંહેધરી મુજબ તંત્ર કાર્યવાહી નહી કરે તો ફરીથી આંદોલન કરીશું. મનુભાઈ ચાવડા, દિવ્‍યેશભાઈ ચાવડા, કાન્‍તીભાઈ શિંગડ, લખનભાઈ સન્‍નીભાઈ, કોળી પટેલ ચિરાગભાઈ ગાલા, રણજીતભાઈ સોલંકી, જયોતિબેન રાઠોડ ઘ્‍વારા આંદોલનકારી અશોકભાઈ ભાલિયા, પ્રવિણભાઈ બારૈયા, મુકેશભાઈ કામ્‍બડ, ભાણાભાઈ ગુજરીયા, અજયભાઈ શિયાળ, હિતેશભાઈ વાળા, રણછોડભાઈ બાંભણીયા, મધુભાઈ સાંખટ, પીપાવાવધામના સરપંચ હંસાબેન ગુજરીયા સહિતના લોકોને પારણા કરાવવામાં આવ્‍યા હતા અને આંદોલનપૂર્ણ કરવામાં આવ્‍યું હતું.