Main Menu

શિક્ષણ ગુણવત્તા સહાય યોજનાઃતા.૩૧મી સુધીમાં અરજી કરવી

અનુ.જાતિના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ ગુણવત્તા સહાય યોજના અમલી છે. માર્ચ-૨૦૧૮માં ધો.૧૦માં પ્રથમ પ્રયત્‍ને ૭૦ ટકા કે તેથી વધુ માર્કસ મેળવી, ધો.૧૧ વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવ્યો હોય તેવા અનુ.જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટયુશન કરવા અર્થે શિક્ષણ ગુણવત્તા સહાય આપવા માટે તા.૩૧ જુલાઇ-૨૦૧૮ સુધીમાં અરજી કરવાની રહેશે.

          વિદ્યાર્થીના પિતા-વાલીની આવક રૂ.૧.૫૦ લાખથી ઓછી હોય, ધો.૧૧માં શિક્ષણ ગુણવત્તા સહાય મળેલ હશે તેને જ ધો.૧૨ માટે રિન્‍યુઅલ અરજી તરીકે સરકારશ્રીના વખતોવખતના ઠરાવોને આધિન મળવાપાત્ર રહેશે. ૭૦ ટકા થી ઓછા માર્કસ વાળી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ. અનુ.જાતિ કલ્યાણ કચેરી, ૩૦૩, ત્રીજો માળ, બહુમાળી ભવન, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ-અમરેલી ખાતેથી વિનામૂલ્‍યે નિયત અરજીફોર્મ ૧ માસ સુધી મળી રહેશે. અરજી સાથે સાધનિક દસ્‍તાવજો જોડીને તા.૩૧ જુલાઇ-૨૦૧૮ સુધીમાં નાયબ નિયામકશ્રી-અનુ.જાતિ કલ્યાણ કચેરી, ૩૦૩, ત્રીજો માળ, બહુમાળી ભવન, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ-અમરેલી ખાતે મોકલવાના રહેશે, તેમ નાયબ નિયામકશ્રી-અનુ.જાતિ કલ્યાણ કચેરી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.