Main Menu

ટેકનિકલ ઇન્‍સ્‍ટિટ્યુટ-અમરેલી ખાતે ટીઇબી પેટર્નના સર્ટિફિકેટ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા તા.૨૬ જુલાઇ સુધીમાં ફોર્મ ભરી શકાશે

કે.કે. પારેખ ટેકનિકલ ઇન્‍સ્‍ટિટ્યુટ-અમરેલી ખાતે ટીઇબી પેટર્નના સર્ટિફિકેટ અભ્યાસક્રમ શરૂ છે. વર્ષ-૨૦૧૮/૧૯ માટે બેઠકો માટે પ્રવેશ ફોર્મ વિતરણની મુદ્દતમાં વધારો કરવામાં આવ્‍યો છે.

        ૧. ઇલે.એપ્‍લા.એન્‍ડ કોમ્‍પ્‍યુ. ટેકનિશિયન (૧ વર્ષ) ધો.૯ પાસ, ૨. ઇલે. મોટર રિવાઇન્‍ડીંગ એન્‍ડ સર્વિસીંગ (મોટર રિવાઇન્‍ડીંગ) (૧ વર્ષ) ધો.૯ પાસ, ૩. ઇલે. ઇન્‍સ્‍ટો. વાયરીંગ જોઇન્‍ટીંગ (૧ વર્ષ) ધો.૯ પાસ, ૪. ડી.ટીપી. (૧ વર્ષ) ધો.૧૦ પાસ (અંગ્રેજી સાથે), ૫.સી.એ.સી.એન્‍ડ એ.ડી. (ડ્રા.મેન. સિવિલ) (૨ વર્ષ) ધો.૧૦ પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો, પ્રવેશ મેળવવા ઇચ્‍છુક હોય તેઓએ રૂબરૂ મુલાકાત લઇ અરજીપત્રક ભરવાનું રહેશે. તા.૨૬ જુલાઇ-૨૦૧૮ સુધી પ્રવેશ ફોર્મ મળી શકશે. વધુ વિગતો માટે ફોન નં. ૦૨૭૯૨ ૨૨૨૪૬૭નો સંપર્ક કરવાનો રહેશે, તેમ કે.કે. પારેખ ટેકનિકલ ઇન્‍સ્‍ટિટ્યુટ-અમરેલીના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.