Main Menu

ખાબોચિયા માંથી પકડી ને તળાવ માં મુક્ત કરી ને આપ્યું નવજીવન

રાજુલા ના વિક્ટર ગામે 50થી 60 માછલીઓ ને બચાવી લેતા યુવાનો

રાજુલા ના વિક્ટર ગામે યુવાનો ની અનોખૂ સેવાકીય કાર્ય કરી  50 થી 60જેટલી નાની મોટી માછલીઓ ને બચાવીને નવજીવન આપતા વિક્ટર સેવાભાવી યુવકો
       સામાન્ય રીતે દરિયા કાંઠે વસતા 70%લોકો માછીમારી ના વ્યવસાય સાથે જોડાયેલા હોય છે અને માછીમારી કરીને પોતાના પરિવાર નુ  ગુજરાન ચાવતા હોય છે અથવા તો શોક ખાતર જાતેજ તાજી જીવતી માછલીઓ પકડી ને આરોગતા હોય છે
         ત્યારે વિક્ટર ના સેવાભાવી યુવકો દ્વારા અનોખું સેવાકીય કાર્ય કરવા માં આવ્યું હતું અહીં ગઈ કાલે પડેલા ધોધમાર વરસાદ ના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા તેવા માં જી એચ સી એલ ઓફિસ પાસે આવેલ ગટર માથી વધુ પાણી હોવાને લીધે અનેક નાના મોટા માછલીઓ પાણી માં વહી ગઈ હતી અને બાદ પાણી જતુ રહેતા માત્ર નજીવા પાણી ભરેલા ખાબોચિયા માં 50થી પણ વધુ માછલીઓ જીવન મરણ વચે તરફડીયા મારતી હતી ત્યારે આ જોઈ જતા જ ડાયા ભાઈ મકવાણા (કમાન્ડો  ). ઘનશ્યામ ડી જે .રાકેશ શિયાળ .શાહિદ ભટ્ટી .સનીલ ગાહા .મંગા ભાઈ ધાપા ફોરેસ્ટ.તખુ ભાઈ  સહિત ના યુવાનો જોઈ જતા આ તમામ માછલીઓ ને સલામત રીતે પકડી ને  તળાવ માં મૂકવાનો વિચારી ને રાત્રે તેમજ સવાર માં એમ બે વાર અહીં ખાબોચિયા માંથી તમામ મછલિયોં ને પકડીને  ટાવર પાસે આવેલા તળાવ માં મુક્ત કરી ને નવજીવન આપ્યું હતું …..