Main Menu

ભાવનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ની બેઠક મળી

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (દિશા) ની બેઠક તા.૧૦-૦૭-૨૦૧૮ ના રોજ ૩:૦૦ કલાકે આયોજન હોલ, કલેકટર કચેરી ખાતે કમિટીના અઘ્યક્ષશ્રી અને માન.સાંસદશ્રીમતિ ડો.ભારતીબેન શિયાળના અઘ્યક્ષસ્થાને મળેલ જેમાં માન. કલેકટરશ્રી,જિલ્લા વિકાસ અઘિકારીશ્રી, નિયામકશ્રી,ડો.ઘીરૂભાઇ શિયાળ (ડાયરેકટરશ્રી માર્કેટિંગ યાર્ડ તળાજા) તેમજ તમામ વિભાગ ના અધિકારીશ્રીઓ હાજર રહેલ.

        આ બેઠકમાં  મનરેગા યોજના અંતર્ગત ચાલુ નાણાંકીય વર્ષમાં જુન અંતિત લેબર બજેટ આયોજનમાં વર્ષ ૨૦૧૮-૧૯ નું કુલ રૂા.૨૦૭૭.૩૮ લાખનું લેબર બજેટ મંજુર કરવામાં આવ્યું.

મિશન મંગલમ (એન.આર.એલ.એમ.),પ્રઘાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)પ્રઘાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના (IWMP)પ્રઘાનમંત્રી ગ્રામ સડક યોજના, નેશનલ સોશ્યીલ એસોસીટ્સ પ્રોગ્રામ (NSAP) હેઠળ ઇન્દિરા ગાંઘી રાષ્ટ્રીય વુઘ્ઘ પેન્શન યોજના  (વયવંદના સહાય યોજના),નિરાઘાર વૃઘ્ઘ અને અપંગ સહાય યોજના,નિરાઘાર વિઘવા સહાય યોજના,રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના(સંકટ  મોચન યોજના),પ્રધાનમંત્રી આવાસ યોજના,સ્વચ્છ ભારત મિશન હેઠળ ભાવનગર શહેરનાં ફ્લેટસ, બહુમાળી ઇમારતો, કોપ્લેક્ષ તથા ગુજરાત હાઉસીંગ બોર્ડનાં મકાનો માટે ૧૨૦ લી. નાં વ્હીલ ટાઇપ બંધ બોડીનાં ડ્સ્ટબીન પુરા પાડવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે.તેમજ સ્વચ્છતા અંગેની જગૃતતા ફેલાય તેવી કામગીરી માટે શહેરનાં ૧૩ વોર્ડમાં કુલ ૧૯૧ સ્વચ્છાગ્રહીની નિમણુંક કરવામાં આવેલ છે.નેશનલ રૂરલ ડ્રિંકિંગ વોટર સપ્લાય પ્રોગ્રામ (NRDWP),સ્વજલઘારા કાર્યક્રમ અન્વયે ભાવનગર જીલ્લા કુલ ૬૬૪ ગામોમાં પાણી સમિતિની રચનાં કરવામાં આવેલ છે. જેમાં તા.૩૧/૦૬/૨૦૧૮ અંતિત કુલ ૩૯૭ યોજનાઓનાં અંદાજીત કિંમત કુલ રૂ ૬૫૯૧.૫૬ લાખનાં કામો મંજુર કરવામાં આવેલ છે.આ ઉપરાંત દિન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતી યોજના,પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના,સર્વ શિક્ષા અભિયાન,મધ્યાહન ભોજન યોજના,પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના,બી.એસ.એન.એલ,નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા,ગામના લોકોની સુખાકારી માટે દરેક ગામમાં ગ્રામ સંગિની સમિતિની રચના કરવામાં આવેલ છેતેમજ આ સમિતિ અંતર્ગત રૂ. ૧૦,૦૦૦/- નું ફંડ આપવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં વર્ષ ૨૦૧૮-૧૯ માં જુન-૨૦૧૮ અંતિત કુલ ૬૪૭ ગ્રામ સંગિની સમિતિ આવેલ છે.

          કમિટીના અઘ્યક્ષશ્રી અને માન.સાંસદશ્રીમતિ ડો.ભારતીબેન શિયાળ દ્વારા તમામ યોજના ની વિગત વાર માહિતી મેળવી તેમનાં લાઇન ડીપાર્ટમેન્ટ ને તેમના હસ્તકની તમામ યોજનાની માહિતી વિગતવાર મોકલી આપવા  અને લાભાર્થીઓ સુધી પહોચાડવા સુચના આપવામાં આવી. તેમ સાંસદશ્રીની ઓફીસ દ્વારા જણાવ્યું છે