Main Menu

શિક્ષણ ક્ષેત્રે સૌ પ્રથમ નંદકુવરબા મહિલા કોલેજના ૬૦૦ બહેનો એ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા લીધા શપથ

દેશભરમાં સ્વચ્છતાં મીશન શરૂ છે.ત્યારે વિવિધ ક્ષેત્રોથી સ્વચ્છતાં માટે બદલાવ લાવવો ખૂબજ જરૂરી છે.જેમાં નિતી-નિયમો,અમલવારી,અવેરનેસ આમ લોકમાનસમાં બદલાવ લાવવો એજ મોટો ઉપાય છે.ત્યારે ભાવનગર મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગ દ્રારા વિધાર્થીઓમાં અવેરનેસ આવે અને માઉથ ટુ માઉથ સંદેશ પહોંચાડવા શિક્ષણ ક્ષેત્રે ભાવનગરમાં સૌ પ્રથમ નંદકુવરબા મહિલા કોલેજના ૬૦૦ બહેનો એ પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરવાના શપથ લીધા.આ કાર્યક્રમમાં ભાવનગરનાં પ્રથમ નાગરીક મેયરશ્રી મનહરભાઇ મોરી,સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનશ્રી યુવરાજસિંહ ગોહિલ,દંડકશ્રી જલ્વીકાબેન ગોંડલીયા,નેતાશ્રી પરેશભાઇ પંડયા અને આરોગ્ય સમિતિના ચેરમેન રાજુભાઇ રાબડિયા તેમજ આ કોલેજના સંચાલકશ્રી ભરતસિંહજી ગોહિલના વડપણ નિચે આ કાર્યક્રમ યોજાયેલ જેમાં કાર્યક્રમનો હેતું અને સ્વાગત વિધી શ્રી ભરતસિંહજી ગોહિલ કરેલ અને સ્વચ્છતા અને પ્રતિબંધીત પ્લાસ્ટીક ઉપયોગ ન કરવા.તેમજ જળ બચાવાનો ૬૦૦ વિધાર્થીનીઓને શ્રી યુવરાજસિંહ ગોહિલ દ્રારા શપથ લેવડાવવામાં આવેલ.આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન દ્રારા ભાવનગરમાં વિવિધ કોલેજમાં આ અવેરનેસ કાર્યક્રમ લઇ જવા માટે કટીબધ્ધતા બતાવેલ