Main Menu

ડો. કનુભાઈ કળસરીયાનો રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં પ્રવેશ કરાવ્‍યો

આગામી લોકસભાની ચૂંટણી ગણત્રીના મહિનાઓમાં યોજાવાની છે ત્‍યારે મૂળભૂત કેટલાક કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ એક યા બીજા કારણોસર કોંગ્રેસ છોડીને ભા.જ.પ.માં ગયા છે, તેવા રીસાયેલાઓને અને કોંગ્રેસી જુના જોગીઓને પુનઃ સક્રિય કરવા ફરી કોંગ્રેસનો ખેસ પહેરાવી રાજયભરમાં કોંગ્રેસનો જળહળતો વિજય કરાવવા અમરેલીનાં ધારાસભ્‍ય અને વિરોધપક્ષનાં નેતા પરેશભાઈ ધાનાણીએ સક્રિયતા દાખવી આવા આગેવાનોને પુનઃ જોડાવા નિમંત્રીત કરી રહૃાા છે. આવા રાજકિય વાતાવરણ વચ્‍ચે સમગ્ર અમરેલી અને ભાવનગર જિલ્‍લાનાં રાજકારણમાં અને આમ પ્રજામાં એક ચર્ચાએ જોર પકડયું છે કે સાચા અર્થનાં સેવાભાવી તબીબ અને મહુવાનાં પૂર્વ ધારાસભ્‍ય ડો. કનુભાઈ કળસરીયા કોંગ્રેસમા જોડાય રહૃાા છે ? ડો. કનુભાઈ કોંગ્રેસમાં આવે તો કેટલો રાજકિય ફાયદો, ડો. કનુભાઈ પ6 ઈંચથી પણ વધુ રાજકિય છાતી ધરાવે છે. તેઓ મહુવાનાં ભા.જ.પ.નાં ધારાસભ્‍ય પદે હતા ત્‍યારે ગુજરાત સરકાર અને ભા.જ.પ. પાર્ટીમાં એકહથ્‍થુ સતા તત્‍કાલીન મુખ્‍યમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી પાસે હતી. સરકાર કે પાર્ટીમાં ભા.જ.પ.નાં ધારાસભ્‍યો કે સાંસદો ગમે તેવા ર્નિયો લેવાયા હોય તેમની સામે હરફ પણ ઉચ્‍ચારી ન શકતા મોદીજી કહે તેમજ બધાએ અનુસરવુપડતુ, મોદીજી સાથે જો કોઈને વાકુ પડી જાય તો ભા.જ.પ.માંથી તેનું રાજકારણ પૂર્ણ થઈ આવા એક હથ્‍થુ શાસનમાં મહુવા ખાતે નિરમા સિમેન્‍ટ પ્‍લાન્‍ટ મંજુર થયો. આ પ્‍લાન્‍ટ ચાલુ કરવા વિજળીગતીએ સરકારી કામગીરી શરૂ થઈ ગઈ. જો આ સિમેન્‍ટ પ્‍લાન્‍ટ શરૂ થાય તો મહુવા અને રાજુલા પાસે આવેલા પાણીનાં બંધારા ડુબમાં જાય. જેથી રાજુલા અને મહુવાનાં એ તરફનાં ખેડૂતોને પારાવાર નૂકશાન સહન કરવું પડે, આ માંથી ખેડૂતોને બચાવવા ડો. કનુભાઈ કળસરીયાએ નિરમા પ્‍લાન્‍ટ વિરૂઘ્‍ધ અને નહિ સ્‍થાપવા સરકારમાં રજૂઆતો કરી વારંવારની રજૂઆતો પછી પરીણામ ન મળતાં કનુભાઈએ નિરમા પ્‍લાન્‍ટ વિઘ્‍ધની આગેવાની લીધી, મોરચા માંડયા, ઉપવાસો આદર્યા તેમાં હજારોની સંખ્‍યામાં ખેડૂતો જોડાયા. નરેન્‍દ્રભાઈ અકળાયા, તેમણે કનુભાઈને મનાવવા સરકારી મંત્રીઓ, સંગઠન પાંખના વિરષ્ઠોને દોડાવ્‍યા, પણ કનુભાઈ ન જ માન્‍યા ત્‍યારે કેન્‍દ્રમાં મનમોહનસિંહની સરકાર હતી, મુખ્‍યમંત્રી મોદીજી સામે તેના જ પક્ષનાં ધારાસભ્‍યો લડતનાં મંડાણ કર્યા. આ ઘટનાથી ગુજરાત અને દિલ્‍હીનાં કોંગ્રેસી આગેવાનો મુડમાં આવી ગયા અને કનુભાઈ ભા.જપ.માં સરકાર વિરૂઘ્‍ધમાં આવી તે વખતની સ્‍થિતિમાં નિરમા કંપની સામે પર્યાવરણના મુદ્યે રાહુલ ગાંધીએ તેમને મદદ કરી અને કનુભાઈ તેની લડતમાં ફાવ્‍યા. આવાસતા માટે સિઘ્‍ધાંતોમાં બાંધછોડ ન કરનાર કનુભાઈને અમે પુછયું કે તમે કોંગ્રેસમાં જોડાવ છો ? પ્રત્‍યુતરમાં ડો. કનુભાઈએ કહૃાું કે આગામી દિવસોમાં રાહુલજી ગુજરાત આવી રહૃાા છે. તેમની સાથે બેઠક કરીશું. જો સાનુકુળતા જણાશે તો નિર્ણય કરીશું, રાજકિય નિષ્‍ણાંતોના મતે જો કનુભાઈ કોંગ્રેસમાં જોડાય તો અમરેલી, ભાવનગર, જુનાગઢ, સુરતનાં મત વિસ્‍તારોમાં ઘણી બધી અસર થાય, સરવાળે કોંગ્રેસનો ફાયદો થાય. અમરેલી લોકસભા બેઠકમાં સાત ધારાસભાની બેઠકનો સમાવેશ છે. જેમાં પાંચ અમરેલી જિલ્‍લાની અને બે ભાવનગર જિલ્‍લાની. જેમાં મહુવા અને ગારીધારની બેઠકો સમાવિષ્‍ટ છે. આથી જિલ્‍લાનાં કોંગ્રેસમાં એવી ભડકણ છે કે કનુભાઈ કોંગ્રેસમાં આવે અને લોકસભાની બેઠક માંગે તો ? જોઈએ છીએ આવતા વિકમાં શું થાયછે ભળે છે કે નહિં ?