Main Menu

ડુંગર ગામમાં સરકારી દવાખાના પાસે આવેલો પૂલ છેલ્લા ૨ વર્ષ થી જર્જરિત

રાજુલા તાલુકાના ડુંગર ગામમાં સરકારી દવાખાના પાસે એક પુલ છેલ્લા બે વર્ષથી તૂટી ગયો છે તંત્રની બેદરકારી સામે આવી…તેમ છતાં આ બાબતે આગળ અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી આ પુલ પરથી પસાર થતા લોકો માટે આ પુલ મોત બની શકે છે

હાલ માં વરસાદ વરસી ગયો જેના કારણે આ પુલ તૂટી ગયો છે અને આ પુલ પરથી પસાર થઈ શકાતું નથી અને તેથી અનેક લોકો માટે ખૂબ મુશ્કેલ બની ગયું છે આ માટે ગામમાં રહેતા જાગૃત નાગરિકો દ્વારા તેમજ એડવોકેટ મંજુર ગાહા એ પણ અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોથી આ પુલ નું કામ કરવામાં આવતું નથી..