Main Menu

ચોરીના ગુન્હાનો આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમરેલીનાઓએ અમરેલી મિલ્કત સબંધી વણ શોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે અને ચોરાયેલ મિલ્ક્તો મુળ વ્યક્તિને પાછી મળી જાય તેમજ ચોરીઓમાં પકડવાના બાકી આરોપીઓને ઝડપી પાડવા અને તે રીતે કામગીરી કરવા તમામને સુચનાઓ આપાવામાં આવેલ હતી.જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી જિલ્લામાં ચોરીઓના બનાવો બનેલ હોય અને વણશોધાયેલ ગુન્હા હોય તે બનાવોમાં આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નો કરવામાં આવેલ જે અન્વયે  મોટર સાયકલ ચોરીના ગુન્હામાં પકડવાનો બાકી આરોપી હરેશ ઉર્ફે હરીયો ભીખાભાઇ રાઠોડ ઉ.વ.૨૩ રહે.અમરેલી રોકડીયા પરા વાળાને આજ રોજ અમરેલી શહેરમાંથી પકડી પાડવામાં આવેલ છે.

ઉપરોકત આરોપીએ તા.૦૨/૧૦/૨૦૧૭ ના રોજ અમરેલી શહેરમાંથી ચક્કરગઢ રોડ ઉપર રામવાડીમાંથી જયદિપભાઇ ગેડીયાનું GJ-14-S-1474 નંબરનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રાત્રીના સમયે ચોરાયેલ હોય તે મોટર સાયકલ ગઇ તા.૦૭/૦૭/૨૦૧૭ ના રોજ કિશોર પાસેથી પાસેથી મળી આવેલ હોય જે મોટર સાયકલ કિ.રૂા.૨૫૦૦૦/- ની કિમતનું ચોરાયેલ મોટર સાયકલ શોધી કાઢેલ છે.મોટર સાયકલ ચોરનાર હરેશ ઉર્ફે હરીયો ભીખાભાઇ રાઠોડ રહે.અમરેલી વાળાને આજ રોજ એસ.ઓ.જી.ટીમએ પકડી પાડેલ છે.