Main Menu

મુસ્લિમ યુવાને ઉજવ્યો અનોખો બર્થ ડે, ગરીબ બાળકોને કરાવી હવાઇ સવારી

અમરેલીમાં રહેતા મુસ્લિમ  અને સેવાભાવી યુવાને તેમના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમણે સાવરકુંડલામા આવેલ માનવ મંદિર ખાતે 50 જેટલી પાગલ મહિલાઓને ભોજન કરાવ્યું હતુ. બાદમા અમરેલીના ગરીબ બાળકોને હવાઇ મુસાફરી પણ કરાવી હતી. અમરેલીના યુવાન નાસીર ટાંકે તેમનો જન્મદિવસ ગરીબો અને મનોરોગીની સાથે ઉજવવાનું નક્કી કર્યું હતું. તે મુજબ સવારે સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિરમાં ૫૦ જેટલી નિરાધાર અને પાગલ મહિલાઓ પૂ.ભક્તિરામ બાપુની નિશ્રામાં સારવાર લઈ રહી છે. ત્યારે સેવાને સમર્પિત એવા નાસિર ટાંકે સવારે માનવ મંદિરે આવી ભક્તિબાપુના આર્શીવાદ લઈ આ મનોરોગી મહિલાઓ સાથે કેક કાપી બપોરનું ભોજન કરાવ્યું હતું.આ ઉપરાંત બપોર બાદ અમરેલીના પછાત વિસ્તારમાં રહેતા પાંચ અતિ ગરીબ બાળકોને અમરેલી એરપોર્ટ ખાતે લઈ જઈ પ્લેનમાં બેસાડી સૌરાષ્ટ્રની હવાઈ મુસાફરી કરાવી હતી. અને હવાઈ મથક ખાતે જ આ બાળકો સાથે કેક કાપી હતી. ત્યારે આ બાળકોએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અમે દૂરથી આકાશમાં ઉડતું વિમાન કયારેક જ જોયું છે. અને તેમાં બેસવું એ સ્વપ્નું અમારા માટે અશક્ય હતું