Main Menu

તા.૧૬મીએ અમરેલીમાં ડોમીસાઇલ સર્ટિફિકેટ ચકાસણી કરવામાં આવશે

રાજય સરકાર દ્વારા રચવામાં આવેલ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અન્‍ડર ગ્રેજ્યુએટ-પોસ્‍ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજયુકેશન દ્વારા ગુજરાત રાજયના ડોમીસાઇલ હોય તે જ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવે છે.

તા.૬ જુલાઇ-૨૦૧૮થી ચાલુ વર્ષે (વર્ષ-૨૦૧૮) મેડિકલ, ડેન્‍ટલ, આયુર્વેદિક, હોમિયોપેથિક અને નેચરોપથી પ્રવેશ માટે પ્રવેશ સમિતિ ખાતે અરજી કરેલ વિદ્યાર્થીઓના ડોમીસાઇલ સર્ટિફિકેટની ચકાસણી કરવાની કામગીરી માટે સમિતિની રચના કરવામાં આવી છે.

તા.૧૬ જુલાઇ-૨૦૧૮ના રોજ સવારે ૧૧ થી સાંજે વાગ્યા સુધી, જિલ્લા આયોજન કચેરી, બેઠક હોલ, રાજમહેલ કમ્‍પાઉન્‍ડ, અમરેલી ખાતે અમરેલી જિલ્‍લાના તમામ તાલુકાઓમાં ચાલુ વર્ષે અપાયેલ ડોમીસાઇલ સર્ટિફિકેટની ખરાઇ કરવામાં આવશે. આ ચકાસણી દરમિયાન સંબંધિત ઉમેદવારોએ સર્ટિફિકેટ અને તેને આનુષાંગિક જરૂરી દસ્‍તાવેજો-પ્રમાણપત્રો ઉપરાંત ધો.૧૦-ધો.૧૨ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, ક્રિમિલેયર પ્રમાણપત્ર, (જો લાગુ પડતું હોય તો) ફી ભર્યાની રસીદ સહિતના પ્રમાણપત્ર-દસ્‍તાવેજો વેરિફિકેશન માટે રજૂ કરવાના રહે છે, જેની નોંધ સંબંધિત પ્રવેશ સમિતિમાં પ્રવેશ મેળવવા ઇચ્‍છુક વિદ્યાર્થીઓને લેવા, ડોમીસાઇલ સર્ટિફિકેટ ચકાસણી સમિતિના અધ્યક્ષ અને પ્રાંત અધિકારીશ્રી-અમરેલીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.