Main Menu

વિવિધ પશ્ને ખાભાં તાલુકાના ડેડાણ ગામ સજ્જડ બંધ

[wpdevart_youtube]Pj8OBd_07Bw[/wpdevart_youtube]ડેડાણ ગામ બંધ રહેતા આજુબાજુના 30 જેટલા ગામોના લોકો ને ભારે હાલાકી સામનો કરવો પડ્યો હતો

રીપોર્ટ મોહસીન પઠાણ ડેડાણ

તંત્ર દ્વારા કોઈ પગલા ન લેવાતા ગામજનો મા રોષ ફેલાયો હતો
રાજૂલા જાફરાબાદ-ખાંભા ના ધારાસભ્ય શ્રી અંબરીષ ભાઈ ડેર તથા અમરેલી ના સાંસદ નારણભાઈ કાછડયા સુધી ફોન રણકતા એસ.ટી વિભાગ તથા જીઈબી ના અધિકારીઓ થયા દોડતા

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાભાં પી એસ આઇ શ્રી સોલંકી સાહેબ તથા ડેડાણ આઉટ પોસ્ટ ના જમાદાર બરજોડ સાહેબ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

એસ.ટી વિભાગના અધિકારી સાવરકુંડલા ડેપો મેનેજર મકવાણા તેમજ જીઈબી કાર્યપાલક ઈજનેર ખરેડયા સાહેબ સહિતનો સ્ટાફ ડેડાણ દોડી આવતાં ડેડાણ ગામના રાજકીય આગેવાનો તથા વેપારીઓ એસોસિએશન પ્રમુખ મહેશભાઈ કોટીલા. રજનીકાંતભાઇ. દત્તેશ જાની. તથા બાબૂભાઇ મકવાણા. નીજામખાંન પઠાણ. આદમભાઇ ટાંક. મણિશંકરભાઇ. જોષી. બહાદુરભાઇ હિરાણી. તથા મોહસીન પઠાણ સહિતના સાથે બેઠક યોજી તમામ પ્રશ્ર્નનો નિકાલ કરવા માટે એસ.ટી વિભાગના અધિકારી મકવાણા સાહેબ તથા જીઈબી ના કાર્યપાલક ઈજનેર સાહેબ દ્વારા ખાત્રી આપી હતી

અને જો આવનારાં દિવસોમાં જો મા જો ડેડાણ ગામના લોકો ના પ્રશ્ર્નોનો નિકાલ કરવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન તથા એસ.ટી રોકવામાં આવશે

ખાંભા પી એસ આઇ શ્રી સોલંકી સાહેબ દ્વારા ડેડાણ ગામના આગેવાનો તથા વેપારીઓ તથા એસ.ટી વિભાગના અધિકારીઓ અને જીઈબી ના કાર્યપાલક ઈજનેર ખરેડયા સાહેબ ને ડેડાણ આઉટ પોસ્ટ ખાતે સમજાવટથી સમગ્ર મામલો થાળે પાડયો હતો અને આ આંદોલન નો સૂખંદ અંત આવ્યો હતો