Main Menu

શેત્રુંજી ડેમની સપાટી ૧૬ ફૂટે પહોંચી

અમરેલીમાં થયેલા સારા વરસાદના પગલે ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક શરૃ થઈ છે. ગુરૃવારની રાત્રે બે વાગ્યે ૨૫ હજાર ક્યુસેક પાણી સાથે ડેમની સપાટી ૧૩ ફૂટ હતી તે શુક્રવારે સાંજે ૨૭,૦૦૦ ક્યુસેક પાણી સાથે ૧૬ ફૂટ પર પહોંચી હતી. પાણીની આવક જોતા સપાટી હજુ ૧૭ ફૂટે પહોંચવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે, નવા નીરની આવકથી હાલ તો પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે.