Main Menu

બાબરા શહેર માં ભૂગર્ભ ગટર ની ઢાંકણા બન્યા મુશ્કેલી પાણી દુકાનો અને શોપિંગસેન્ટર માં ઘુશ્યા

 બાબરા પંથકમાં છેલ્લા એક મહિના થી જગતના તાત સહિત સૌકોય સારા વરસાદ ની રાહ જોઈ ને બેઠા હતા સારો વરસાદ વર્ષે તેમાટે સમગ્ર પંથકમાં થી વિવિધ ધાર્મિક અને સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી હતી
ત્યારે સમગ્ર પંથકમાં ગુરુવાર રાત થી મેઘરાજા એ હેત વરસાવવા નું શરૂ કરતા સવાર સુધીમાં ચાર ઇંચ વરસાદ પડીજતા સમગ્ર વાતાવરણ ભારે ઠંડક પ્રસરી ગઈ હતી
બાબરા તાલુકાના ચમારડી, મોટા દેવળીયા,કરીયાના,નિલવળા,નાનીકુંડલ,જામબરવાળા, દરેડ,ગલકોટડી,ખંભાલા,ત્રંબોડા,સહિત ના તમાંમ ગ્રામવિસ્તાર માં સાર્વત્રિક વરસાદ પડયો હતો જેના કારણે ખેડૂતો માં ભારે આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી
બાબરા શહેર માં બાર કલાક માં  ચાર ઇંચ વરસાદ વરસતા શહેર ની બજારો તેમજ રોડ પર પાણી ફરી વળ્યાં હતા તેમજ મુખ્ય બજારો અને શોપિંગસેન્ટર માં વેપારીઓ ને ભારે મુશ્કેલી નો સામનો કરવાની ફરજ પડી હતી કારણે અહીં ભૂગર્ભ ગટરના ઢાંકણા જામ થઈ જતા વરસાદી પાણી નો નિકાલ થયો ન હતો અને દુકાનો,કેબીનો,તેમજ શોપિંગસેન્ટર માં પાણી ઘુશ્યા હતા અને વેપારીઓ દવરા જાત મહેનત કરી પાણી નો નિકાલ કરવાની ફરજ પડી હતી  જોકે નગરજનો ની ફરિયાદ ના કારણે નગરપાલિકા દ્વારા તાબડતોબ જીસીબી ના મદદ થી વરસાદી પાણી ના નિકાલ નો વૈકલ્પિક કરવામાં આવતા વેપારીઓ એ રાહત અનુભવી હતી