Main Menu

ખાંભા ના બોરલા ગામે વિધાર્થીઓ દ્વારા એસ ટી બસ રોકો આંદોલન કરાયું

ખાંભા

દશરથસિંહ રાઠોડ
ખાંભા ગામ્ય વિસ્તાર અભ્યાસ કરતા 160 વિધાર્થીઓ દ્વારા બોરાળા ગામે 3 કલાક સુધી બસ રોકો આંદોલન કરવા માં આવ્યું વિધાથી ઓ ને બપોરે જવા માટે ની એક જ બસ હોવાથી પડતી મુશ્કેલી, બીજી બસ ચાલુ કરવા ઉઠેલી માંગ ન સંતોશાતા બસ રોકો આંદોલન કરાયુ
             ખાંભા અભ્યાસ અર્થ ગામડે થી આવતા વિધાર્થીઓ ને અભ્યાસ પૂર્ણ કરી બપોરે ઘરે જવા માટે ની એક જ બસ ઉના – ખાંભા રૂટ ની હોય અને 160 થી વધારે વિધાર્થી દ્વારા આજે સવારે બોરલા ગામે બસ રોકો આંદોલન કરવા માં આવ્યું હતું અને બસો નો ત્રણ કલાક સુધી ચક્કાજામ થઇ ગયું હતું અને વિધાર્થીઓ ની મુશ્કેલી એસ ટી તંત્ર દ્વારા યોગ્ય ન કરતા  વિધાર્થીઓ ને એક જ બસ માં ઠાસો – ઠાસ  ભરાય જવાથી અકસ્માત થવા ની ભીતિ તવાય રહી હતી  ત્યારે ખાંભા તાલુકા ના બોરાળા , બાબરપરા , ચક્રરાવા , ધૂંધવાના , કંટાળા , પચપચીયા સહિત ના 160 થી વધારે વિધાર્થીઓ અભ્યાસ અર્થ ખાંભા આવતા હોય છે ત્યારે વિધાર્થીઓ ને સવાર ની બે થી ત્રણ બસ મળતી હોય છે પરંતુ બપોરે અભ્યાસ પૂર્ણ કરી ઘરે જવા માટે ની એક જ બસ હોય અને વિદ્યાર્થીઓ આ બસ માં સમાય સકતા ન હોવાથી ના છૂટકે વિધાર્થીઓ  આ  બસ માં ઠાસો – ઠાસ ભરાય ને બેસે છે ત્યારે વિધાર્થી પર અકસ્માત નો ભય ઉભો થયેલ છે જવાબદારી કોની તેવો વેધક સવાલ ઉભો થયો છે ? ત્યારે અન્ય બીજી બસ બપોરે 12: 30 એ અગાઉ ચાલતી સાવર કુંડલા – ઉના રૂટ ની બસ એસ ટી તંત્ર એ બંધ કરી દીધેલ છે આ બસ ક્યાં કારણો સર બંધ કરી દેવા માં આવી છે અને આ બસ ચાલુ કરાવવા વિધાર્થીઓ દ્વારા અનેક વાર ચાલુ કરાવવા લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં તંત્ર નું પેટ નું પાણી હલતું નથી ત્યારે વિધાર્થઓ દ્વારા ચીમકી ઉચારવા માં આવી હતી અને આજે વિધાર્થીઓ દ્વારા ત્રણ કલાક સુધી ચકાજામ કર્યું હતું અને એસ ટી તંત્ર ના અધિકારીઓ સ્થળ પર આવી વિધાર્થીઓ ની માંગણી સંતોષતા આ આનદોલન સમેટયું હતું .