Main Menu

સોનાક્ષી પાસે હાલ દબંગ-૩ સહિત અનેક ફિલ્મો

ફિલ્મ યમલા પગલા દિવાના ફિરસેમાં સોનાક્ષી સિંહા હશે

દબંગ ફિલ્મ મારફતે બોલિવુડમાં પ્રવેશ કર્યા બાદ અનેક સુપરહિટ ફિલ્મો આપી ચુકેલી અભિનેત્રી સોનાક્ષી સિંહા બોલિવુડની પોતાની ફિલ્મોથી ખુશ છે. તેની પાસે હાલમાં ચાર મોટી ફિલ્મો હાથમાં છે. જે પૈકી બે ફિલ્મો તો ઓગષ્ટમાં રજૂ કરવામાં આવનાર છે. જેમાં યમલા પગલા દિવાના ફિરસે અને હેપ્પી ફીર ભાગ જાયેગીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે કલંક અને દબંગ-૩ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. તેની હોલિવુડની ફિલ્મોમાં કામ કરવાની કોઇ યોજના નથી. તે અહીંની ફિલ્મોમાં વધારે સંતુષ્ટ દેખાઇ રહી છે.જા કે સોનાક્ષીએ કહ્યુ છે કે હોલિવુડમાં કામ કરી રહેલી પ્રિયંકા ચોપડા અને દિપિકાની ભૂમિકાથી તે ખુશ છે. સાથે સાથે ગર્વ પણ અનુભવ કરે છે. બન્ને અભિનેત્રીના કારણે ભારતનુ નામ થઇ રહ્યુ છે. બન્ને અભિનેત્રીઓએ બોલિવુડની સાથે સાથે હવે હોલિવુડ ફિલ્મોમા લોકપ્રિયતા જગાવી છે. ૩૧ વર્ષીય સોનાક્ષીએ કહ્યુ છે કે તે અહીં ખુબ ખુશ અને સંતુષ્ટ છે. જેથી બહારની ફિલ્મોમાં કામ કરવા માટે ઇચ્છુક નથી. આવનાર સમય અંગે કોઇ વાત કરવાનો સોનાક્ષીએ ઇન્કાર કર્યો છે. બોલિવુડમાં નવી નવી અભિનેત્રી વચ્ચે ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધાને લઇને સોનાક્ષી ચિંતિત નથી. જા કે તેની પાસે પણ હાલમાં ઓછી ફિલ્મો હાથમાં આવી રહી છે. બોલિવુડના નિર્માતા નિર્દેશકો મોટા ભાગે નવા કલાકારોને લઇને ફિલ્મો બનાવી રહ્યા છે. નવી નવી અભિનેત્રી બોલિવુડમાં દરરોજ પ્રવેશી રહી છે. સોનાક્ષીએ પોતાની કેરિયરની શરૂઆત સલમાન ખાન સાથે દબંગ મારફતે કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ત્યારબાદ તેની લોકપ્રિયતા સતત વધી હતી. હાલમાં તેની પાસે સૌથી સારી અને મોટી ફિલ્મો હાથમાં હોવાનો દાવો તમામ કરી રહ્યાછે.