Main Menu

પૂરપીડિત વિસ્તારોના ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક સ્વરાજય સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ તેમજ જનસેવા માટે તત્પર એવા તમામ કાર્યકર્તાઓને સેવા કાર્યમાં જાડાવા આહ્‌વાન – જીતુભાઈ વાઘાણી

ભાજપા દ્ધારા અસરગ્રસ્ત જીલ્લાઓના મથકોએ પૂરપીડિતોને મદદ કરવા માટે કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યા.

પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં હાલ રાજ્ય સરકાર અને
સમગ્ર તંત્ર દ્ધારા યુધ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી ચાલી રહી છે ત્યારે પૂરપીડિત વિસ્તારોના ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક સ્વરાજય સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ તેમજ જનસેવા માટે તત્પર એવા તમામ કાર્યકર્તાઓને ભારે વરસાદની આગાહીના પગલે વધુ શતર્ક રહી, તંત્રની સાથે સહયોગ સાધી લોકોની સેવામાં પહોંચી જવા અપીલ કરું છું. શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, અતિશય વરસાદને પગલે જ્યાં સુધી જનજીવન પૂર્વવત નહી થઈ જાય ત્યાં સુધી જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ, રાહત સામગ્રી તેમજ નિશુલ્ક દવાઓના વિતરણ કરવા માટે પણ સૌ સામાજીક સંસ્થાઓ તથા ભાજપના કાર્યકરોને પૂરપીડિતોની સેવામાં જાડાઈ જવા આહ્‌વાન કરું છું. શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ગુજરાતમાં વરસાદની પરીસ્થિતી અંગે સતત ચિંતા કરી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પાસેથી પરીસ્થિતી વિશે જાણકારી મેળવી રહ્યા છે. ગઈકાલે મોડી રાત્રે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગીર સોમનાથ તથા રાજ્ય સરકારના વિરિષ્ઠ મંત્રીશ્રીઓએ વલસાડ, અમરેલી, જુનાગઢ અને ડાંગ જીલ્લાની મુલાકાત લઈ રાહત કામગીરીનો તાગ મેળવ્યો અને વિષમ પરીસ્થિતીને પહોંચી વળવા તંત્રને તાકીદની સૂચનાઓ આપી હતી.
નીચેના જીલ્લાઓમાં થયેલ ભારે વરસાદને લીધે પીડિતોને મદદ કરવા માટે ભાજપા દ્ધારા જીલ્લા મથકોએ કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં
આવ્યા છે જે સરકારના સ્થાનિક તંત્ર સાથે સંકલન કરી પૂરપીડિતોને તાત્કાલિક ધોરણે સહાય મળે તે માટે મદદરૂપ થશે.
૧. નવસારી – (૦૨૬૩૭)૨૪૧૬૧૪
૨. જુનાગઢ જી. – ૯૯૨૪૪૧૬૮૯૫
૩. ગીર સોમનાથ – (૦૨૮૭૬)૨૪૨૨૦૨
૪. અમરેલી – (૦૨૭૯૨)૨૨૪૭૪૭