Main Menu

વરસડા ગામના સરપંચની હત્‍યામાં ઝડપાયેલ આરોપી 7 દિવસના પોલીસ રીમાન્‍ડ પર

અમરેલી તાલુકાના વરસડા ગામના સરપંચની હત્‍યામાં ઝડપાયેલ દિપભાઇ આપાભાઇ ધાધલને ગઈકાલે પોલીસે એટ્રોસીટી સ્‍પે.કોર્ટમાં 7 દિવસના પોલીસ રીમાન્‍ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા સરકારી વકીલ મગનભાઈ સોલંકીની દલીલો માન્‍ય રાખી સ્‍પે. કોર્ટના જજ શ્રી બી.ડી. ગૌસ્‍વામીએ દિપભાઇ ધાધલને 7 દિવસના પોલીસ રીમાન્‍ડ ઉપર સોંપવાનો હુકમ કર્યો હતો.