Main Menu

ધાયલ સિંહને વનવિભાગે સારવાર માટે જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો

સાવર કુંડલા ના બાઢડા નજીક ગુડ્સ ટ્રેન હડફેટે સિહ ને લાગી ઠોકર….ઘાયલ સિહ ને બચાવવા અને રેસ્ક્યુ માટે વન વિભાગ પહોચ્યું….જુઓ વીડિઓ

[wpdevart_youtube]sMpyR-6kL9E[/wpdevart_youtube]થોડા સમય પહેલા… એક સાથે 5 સિંહો ટ્રેન હડફેટે મોતને ભેટ્યા હતા..ત્યારે આજે સવારે બાઢડા નજીક  સિંહ પસાર થઈ રહ્યો હતો..ત્યારે…. એક સિંહને ટ્રેનના એન્જીને…. પાછળના ભાગે ટક્કર મારતા સિંહ ભયાનક રીતે ઈજાગ્રસ્ત થઈ નજીકની કાટાની વાડમાં ફસડાઈ ગયો હતો ત્રણ સિંહો સવાર માં રેલ્વે લાઈન ક્રોસ કરતી વખતે દુર્ઘટના સરજાઈ હતી અને ડાલામથ્થા સિંહને જોવા લોકો ઉમટ્યા હતા સિંહને ટ્રેન એ હડફેટે લેતા નજરે જોનાર વાડીમાલિકે વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી…સિંહને ટ્રેને ટક્કર મારી ઈજાગ્રસ્ત થયાના સમાચાર મળતા જ સાવરકુંડલા વનવિભાગની ટીમ સ્થળ પહોંચી ગઈ હતી..જો કે શરુઆતમાં સિંહ ખુબ ગુસ્સામાં હોવાથી પ્રાથમિક સારવાર કરવા જઈ શકાય તેમ ના હતુ સિંહ ઈજાગ્રસ્ત થતાની સાથે જ એ.બી.પી.અસ્મિતાની ટીમ ઘટના સ્થળે પન્હોચીને સિંહ ને બચાવવા વનવિભાગે કર્યું હતું રેસ્ક્યુ ઓપરેશન….. સિંહ ને બેભાન કરવા માટે ધારી રેસ્ક્યુ ટીમ સાથે સાવરકુંડલા રેસ્ક્યુ ટીમ કામે લાગી હતી ત્યારે ધારી વનવિભાગ ના ડી.એફ.ઓ., એ.સી.એફ. સાથે પોલીસ પણ સિંહના રેસ્ક્યુંમાં ખલેલ ન પડે તેમાટે આવી ગઈ હતી અને સિંહ ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ધારી વેટેનરી ડોકટરની ટીમ આવી સિંહને બેભાન કરી ત્યાર બાદ તેની સારવાર કરી હતી…જો કે વનવિભાગના વડાએ રેલ્વે તંત્ર વિરુધ્ધ કાર્યવાહી કરવાની ચિમકી ઉચારી છે..કારણ કે ઓવરસ્પીડના કારણે અનેક વખત  સિંહોના મોત થાય છે…