Main Menu

શેત્રુજી નદીમાંથી રેતી ચોરી કરતાં ૦૪ ટ્રેકટરો તથા એક લોડર સહિત ૧૧ લાખનો મુદામાલ સાથે પકડી પાડી ગુન્હા રજી.કરાવતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લાની નદીઓ પસાર થતી હોય અને સદરહું નદીમાં
અમરેલી જિલ્લામાં રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને
નુકશાન કરતાં હોય જેથી રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય તે રીતે તમામને કામગીરી કરવા સુચનાઓ આપવામાં
આવેલ જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સા. તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી જિલ્લામાં શેલ
ખંભાળીયા નજીક શેત્રુજી નદીમાં રેતીચોરી કરતાં નીચે મુજબના ઇસમોને પકડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
રેતી ચોરી કરતાં પકડાયેલ આરોપીઓ
(૧) હરેશભાઇ જેઠાભાઇ પરમાર ઉ.વ.૨૫ ધંધો.દેવગામ તા.કુંકાવાવ વડીયા જી.અમરેલી
(૨) મિથુનભાઇ મોહનભાઇ દાફડા ઉ.વ. ૨૪ ધંધો.ડ્રાઇવીંગ રહે.વીઠ્ઠલપુર ખંભાળીયા
તા.જી.અમરેલી
(૩) વાલજીભાઇ હિરાભાઇ મકવાણા ઉ.વ.૩૫ ધંધો.ડ્રાઇવીંગ રહે.વીઠ્ઠલપુર ખંભાળીયા તા.જી.
અમરેલી
(૪) ભરતભાઇ ઉર્ફે ભગત રમેશભાઇ ભટ્ટ ઉ.વ.૩૧ ધંધો. ડ્રાઇવીંગ રહે. અમરેલી કુંકાવાવ જકાત
નાકા પાસે અંબિકા નગર
(૫) રાયસીંગભાઇ ચીમનભાઇ સોઢા ઉ.વ.૨૨ ધંધો. ડ્રાઇવીંગ રહે.અમરેલી કુંકાવાવ જકાતનાકા
સુળીયા ટીંબા વાળો
(૬) જીતેશભાઇ ગોપીભાઇ રાઠોડ (વણજારા) ઉ.વ.૨૨ ધંધો.ડ્રાઇવીંગ રહે.અમરેલી કુંકાવાવ
જકાતનાકા પાસે વાળાઓની ધરપકડ કરવામાં આવેલ છે.

કબ્જે કરવામાં આવેલ મુદામાલઃ-
રેતી તથા ટ્રેકટર ટ્રોલી સાથે ના વાહનો ૦૪ વાહનો તથા એક લોડર મળી કુલ કિમત રૂા. ૧૦,૭૬,૦૦૦ /- ના
મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ થવા સારૂ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે ગુન્હાઓ રજીસ્ટર કરાવવામાં આવેલ
છે. તેમજ સદરહું ગુન્હામાં હાજર નહી મળી આવેલ બે આરોપીઓ પકડવાની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.
આમ,અમરેલી એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. શ્રી આર.કે.કરમટા સા. તથા અમરેલી
એસ.ઓ.જી.ટીમને શેલ ખંભાળીયા પુલ પાસે શેત્રુજી નદીમાંથી રેતી ચોરી કરતાં ચાર ટ્રેકટરો તથા એક
લોડરને પકડવામાં સફળતા મળેલ છે.