Main Menu

અપહરણના ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતા-ફરતાં આરોપીને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ મહાનિદેશક સા.શ્રી ગુજરાત રાજય ગાંધીનગરનાઓ તરફથી ગુમ થયેલ બાળકો તથા અપહરણ કરાયેલ
સગીર વયની દિકરા/દિકરીઓને શોધી કાઢવા માટે ખાસ ઝુંબેશ રાખવામાં આવેલ હતી. જે ઝુંબેશના ભાગરૂપે પોલીસ અધિક્ષક શ્રી
અમરેલીનાઓએ ગુમ તથા અપહરણના ગુન્હાઓ નાસતા-ફરતાં ફરતાં આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસ તંત્રને
જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ અને વધુમાં વધુ ગુમ થયેલ બાળકો તથા સગીર દિકરા દિકરીઓ મળે તેવા પ્રયત્નો
કરવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ
અપહરણ ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતો-ફરતા આરોપીને સાવરકુંડલા ખાતેથી ગઇ કાલ તા.૦૮/૦૮/૨૦૧૮ ના રોજ ઝડપી
પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીઃ- જયસુખભાઇ બાલાભાઇ ચુડાસમા ઉ.વ. ૨૮ ધંધો. ખેતી રહે.ધોબા તા.સાવરકુંડલા
જી.અમરેલી
ઉપરોકત આરોપીએ સનેઃ- ૨૦૧૨ ના વર્ષમાં છાપરી ગામમાંથી સગીર વયની દિકરીનું અપહરણ કરેલ હતુ. આ
અંગે દિકરીના પિતાએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરીયાદ કરેલ હતી.તે દિવસથી આરોપી જયસુખભાઇ
બાલાભાઇ ચુડાસમા નાસતો-ફરતો હતો. જે એસ.ઓ.જી. ટીમએ પુર્વ બાતમી આધારે સાવરકુંડલા ખાતેથી
ઝડપી પાડેલ છે. અને અપહરણ કરાયેલ દિકરી પણ મળી આવેલ હોય તેને સાવરકુંડલા રૂરલ પોલીસ
સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે.

આમ, અમરેલી એસ.ઓ.જી.ટીમને છેલ્લા છ વર્ષથી અપહરણના ગુન્હામાં નાસતો-ફરતા

આરોપીને પકડવામાં સફળતા મળેલ છે.