Main Menu

દામનગર શહેર ની પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા લાયન ડે ની રેલી

દામનગર શહેર ની પ્રાથમિક શાળા નવજ્યોત વિદ્યાલય અને તાલુકા શાળા નં ૨  દ્વારા લાયન ડે નિમિતે જન જાગૃતિ રેલી યોજી સિંહ ના માસ્ક પહેરી વિદ્યાર્થી ઓ દ્વારા સિંહ અને વન્ય પ્રાણી માટે પોસ્ટર બેનર અને સૂત્રો દ્વારા પ્રકૃતિ નું જતન જાળવણી કરતો સંદેશ આપ્યો.     દામનગર શહેર ની પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ ની રેલી શહેર ભર ની મુખ્ય બજારો માં ધ્યાનાકર્ષક રીતે ફરી લાયન ડે ની ઉજવણી કરી હતી વન્ય જીવો પર વધતા જતા ખતરા ઘટતો જતો વન્ય વિસ્તાર થી ત્રસ્ત થઈ વન્ય પ્રાણી ની રેવન્યુ અને રહેણાંક વિસ્તારો માં પ્રવેશ પ્રકૃતિ પર થયેલ ફેરફાર ગંભીર અસરો અંગે સ્વંયમ જાગૃતિ જરૂરી છે  એનિમલ એક્ટ સહિત અનેકો કાયદા ઓ છે પણ સુરક્ષા માટે કાયદો કારગત નથી ખોરાક પાણી અને અકળામણ વન્ય જીવો રહેણાંક વિસ્તારો માં આવવા ના અનેકો બનાવ લાલબતી રૂપ છે જોરશોર થી સિંહ દિવસ તો ઉજવાય છે પણ પછી શું ? સિંહ ની સલામતી માટે સ્વંયમ સમજ જરૂરી છે