Main Menu

સાવરકુંડલા નાં મિતિયાળા અભ્યારણ માં ગુમ થયેલ સિંહ બાળ મળી આવ્યું 

દશરથ રાઠોડ
થોડા દિવસો પહેલા રેડિયો કોલર સિંહણ મૃત પામી હતી તેનાં સિંહ બાળ નું લોકેશન સાવરકુંડલા રેન્જ નાં આર એફઓ ને મિતિયાળા રેવન્યુ માં મળી આવતા વન વિભાગે હાશકારો લીધો. હાલ અન્ય સિંહણ અને તેના બાળકો સાથે સ્થાઈ થયું છે

સાવરકુંડલા નાં મિતિયાળા અભયારણ્ય માં રહેતી રેડિયો કોલર વાળી સિંહણ નું અઠવાડિયા અગાઉ મૃત્યુ થયું હતું જેનું એક સિંહ બાળ ચાર મહિના ઉપર ની વય મર્યાદા નું તેની માતા નાં મોત બાદ  લોકેશન વિહોણું હતું જેથી સાવરકુંડલા વન વિભાગ છેલ્લા કેટલાક દિવસો થિ તેનું પગેરું શોધી રહ્યું હતું જે પગેરું આજ રોજ સાવરકુંડલા રેન્જ નાં આર એફ ઓ કપિલ ભાટિયા ને આજ રોજ મળી જતા વન વિભાગે આજ હાશકારો મેળવ્યો હતો . સાવરકુંડલા નોર્મલ રેન્જ નાં આર એફઓ કપિલ ભાટિયા નાં જણાવ્યા અનુસાર  મિતિયાળા નાં રેવન્યુ વિસ્તારમાં માં અન્ય એક સિંહણ નાં ત્રણ બચ્ચા ઓ સાથે આ સિંહ બાળ જૂવા મળ્યું હતું અને હાલ તે સિંહ બાળ સુરક્ષિત છે અને તંદુરસ્ત હોવાનુંઅહીંના  અધિકારી એ જણાવ્યું  હતું ત્યારે સિંહ સંરક્ષણ નો રેશિયો અહીં સાવરકુંડલા સહિત વિસ્તારો માં ખૂબ સારો છે અને અહીં સિંહ ની સંખ્યા દિન પ્રદી દિન વધી રહી છે જે થિ સિંહો અહીં સુરક્ષિત હોવાનું અહીંના સ્થાનિક પ્રકૃતિ પ્રેમી ઓ જણાવી રહ્યા છે ત્યારે હાલ આ સિંહ બાળ સુરક્ષિત મળી જતા વન વિભાગ એ પણ હાશકારો અનુભવ્યો છે