Main Menu

અમરેલી ચોરાપા વિસ્તારમાં જુગાર રમતાં ચાર ઇસમોને ઝડપી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ શ્રાવણ માસ હાલમાં શરૂ હોય અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસમાં જુગાર રમવાનું ચલણ હોય અને આ શ્રાવણીયા જુગાર રમવાથી ધણા- પરીવારો આર્થિક નુકશાની ભોગવતાં હોય છે.અને જુગારની બદ્દીને સમાજમાંથી દુર કરવા અને તે રીતે તમામને કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ અમરેલી ચોરાપા રામજી મંદિર પાસેથી જુગાર રમતાં ચાર ઇસમોને ઝડપી પાડેલ છે.

પકડાયેલ આરોપી :

દિપકભાઇ રવીશંકરભાઇ શુકલ ઉ.વ.૫૯ ધંધો.વેપાર રહે.અમરેલી ચોરાપા વૈધનાથ શેરી જી.અમરેલી
શરદભાઇ ગીરધરભાઇ દેવમુરારી ઉ.વ.૫૫ ધંધો.પ્રા.નોકરી રહે.અમરેલી ચોરાપા રામજી મંદિર પાસે
મનોજભાઇ ઉર્ફે મુન્નો મથુરભાઇ વસાણી ઉ.વ.૪૭ ધંધો. વેપાર રહે.બહારપરા લોહાણા શેરી અમરેલી
મોહસીન સતારભાઇ કુરેશી ધંધો.મજુરી ઉ.વ.૨૬ રહે.કાજીવાડ પાણી દરવાજા પાસે અમરેલી

પકડાયેલ મુદામાલ : ઉપરોકત ચારેય આરોપીઓએ ચોરાપામાં આવેલ રામજી મંદિર પાસે જાહેર બજારમાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં રોકડા રૂા.૮૮૪૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ નો મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ ગયેલ છે. આમ, અમરેલી એસ.ઓ.જી. ટીમને તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં ચાર ઇસમોને રોકડા રૂા.૮૮૪૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ નો મુદામાલ મુદામાલ સાથે ઝડપી પાડવામાં સફળતાં મળેલ છે.