Main Menu

મહારાષ્ટ્રના સાંગલીમાં એક નાળામાંથી કબજે કરાયા 19 બાળકીઓના ભ્રૂણ

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં બાળકીઓના જન્મ થયા પહેલા જ ગર્ભમાં જ મારવાનો મામલો સામે આવ્યો છે. અહીં એક નાળાની અંદરથી પોલીસે 19 બાળકીઓના ભ્રૂણને કબજે કર્યા છે. હાલ આ મામલાના માસ્ટરમાઈન્ડ ડોક્ટર હજુ પોલીસની પકડની બહાર છે.સાંગલી જિલ્લાના મહસાલ ગામમાં રવિવારે એક નાળાની અંદરથી 19 ભ્રૂણ મળી આવ્યા. બાળકીઓના ભ્રૂણને પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને નાળામાં દાટી દીધા હતા.મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક 26 વર્ષીય મહિલાનું એબોર્શન દરમિયાન મોત થયું. જે મહિલાનું મોત થયું તે ત્રીજી વાર ગર્ભવતી હતી અને તેની પહેલાથી બે દીકરીઓ હતી. આ વખતે પણ દીકરી જન્મનારી હતી.ત્રીજી વાર જ્યારે મહિલા ગર્ભવતી થઈ તો પતિએ સાંગલીની ભારતી હોસ્પિટલમાં ભ્રૂણની તપાસ કરાવી.ત્યારબાદ મહિલાના પિયરવાળાઓએ ડોક્ટરની વિરુદ્ધ મામલો દાખલ કરાવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી તો ગર્ભમાં બાળકીઓને મારવાનો આ ખેલનો ખુલાસો થયો.