Main Menu

રાંધણગેસના ભાવમાં થયેલા કમરતોડ વધારાના વિરોધમાં

સિહોર જિલ્લા કાેંગ્રેસ નાં કાર્યકતાર્આેએ ભાવનગર-રાજકોટ ધોરીમાર્ગ કર્યો ચકકાજામ

રાંધણગેસના ભાવમાં થયેલા કમરતોડ વધારાના વિરોધમાં સિહોર જિલ્લા કાેંગ્રેસ નાં કાર્યકતાર્આેએ સિહોરમાં ભાવનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ઉતરી આવી ચકકાજામ કર્યો હતો. કાેંગ્રેસના કાર્યકતાર્આેએ કરેલા ચકકાજામના પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો અને માર્ગ પર બેસી ગયેલા કાેંગ્રેસના કાર્યકતાર્આેને માર્ગ પરથી હટાવવા ના કરેલા પ્રયાસ દરમ્યાન પોલીસ અને કાર્યકતાઆે વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ દરમ્યાન કેટલાક કાર્યકતાર્આેએ રાંધણ ગેસનાખાલી બાટલાઆે રસ્તાપર ફેંકયા હતા. ગેસમાં થયેલા કમરતોડ ભાવ વધારાથી આમ જનતાને પડી રહેલી અને આગામી દિવસોમાં પડનારી મુશ્કેલી અંગે જિલ્લા કાેંગ્રેસ દ્વારા વાચા આપવાના થયેલા પ્રયાસમાં થાેડીવાર માટે ધોરીમાર્ગ પર ઉશ્કેરાટ છવાયો હતો. પોલીસે કાેંગ્રેસના લાલભા, રાજકુમાર મોરી, મીલન કુવાડીયા, જગદીશ શેલાણા, ભીષ્મ વ્હોરા સહિત 50 જેટલા કાેંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી અને ભાવનગર-રાજકોટ ધોરી માર્ગ પર સજાર્યેલા ટ્રાફીક જામને પુર્વત કર્યો હતો.