Main Menu

સુરતમાં આગામી ૧૬ના રોજ સમસ્ત ગોસ્વામી સમાજ દ્વારા સન્માન અને કારોબારી માટે બેઠક મળશે

ગોસ્વામી સમાજ વિકાસ મંડળ આયોજીત દસમો શિક્ષણ સમારોહ તથા વાષિઁક સાધારણ સભા ૧૬ સપ્ટેમ્બર ના રોજ સુરત મુકામે યોજાશે.સુરત નવસારી-તાપી જિલ્લા  ગોસ્વામી સમાજ વિકાસ મંડળ આયોજીત દસમો શિક્ષણ સમારોહ તથા વાષિઁક સાધારણ સભા- તા.૨૬/૯ ને  રવિવારે રૂસ્તમપુરા કોમ્યુનીટી હોલ,આશાપુરી મંદિર પાસે  સવારે દસ વાગે યોજાશે.ડો.જગદીશ પટેલ (મેયર),હષઁ સંઘવી(ધારાસભ્ય)પ્રીતીબેન પટેલ(પ્રમુખ સુરત જીલા પંચાયત),મનોજ મીસ્ત્રી,ડો.અનિલ ગોસ્વામી,અશોકભારથી ડી.ગોસ્વામી,ડો.કેતન દેસાઇ સહિત અગ્રણી ઓ હાજરી આપશે જેમા ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે દીપપ્રાગટય,પ્રાર્થના,રાષ્ટ્રગીત,દિવંત આત્માને શોકસંદેસ મૌન,સ્વાગત પ્રવચન,સાંસ્કૃતિક કૃતિ,અતિથી વિશેષનુ ઉદ્દબોધન,પ્રમુખ શ્રી નુ પ્રવચન,સમાજના સિનિયર સિટીઝન્સ નુ સન્માન,ઈનામ વિતરણ, બપોરે સ્વરુષિ ભોજન બાદ વષઁ ૨૦૧૯ થી ૨૦૨૩ માટે ગોસ્વામી સમાજ વિકાસ મંડળ ના કારોબારી સભ્ય ની પસંદગી બાબતે બેઠક,સાધારણ સભા અંતમા ઉપપ્રમુખ દ્વારા આભારવિધિ કરવામાં આવશે.