Main Menu

અમરેલી 108 ટીમ વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા સગર્ભા બહેનો માટે જીવનદાતા રૂપ બની

તારીખ..20/9/2018 ના રોજ વહેલી સવાર ના 6:00 સમય એ મોટા આંકડીયા ગામ ના વાડી વિસ્તારમાંથી પ્રસુતિ માટે કોલ આવતા અમરેલી 108 ની ટીમ માં ફરજ પર ના કર્મચારી EMT મહેશ સોલંકી અને PILOT યોગેશભાઈ વૈદ્ય તાત્કાલીક સ્થળ ઉપર જાવા માટે રવાના થઈ ગયેલ અને  સ્થળ પર પહોંચી ને તાપસ કરતા પ્રસૂતા બેન લક્ષ્મીબેન મુન્નાભાઈ મેડાને અસહય પ્રસુતિ નો દુખાવો શરૂ હતો તાત્કાલીક ધોરણે સમય નો વિલંમ્બ ન કરતા અમરેલી 108 એમ્બ્યુલન્સ માં લઇ ને હોસ્પિટલ જવા માટે રવાના થઈ ગયેલ રસ્તા માં લક્ષ્મીબેનને પ્રસુતિ નો દુખાવો વધતા અમારા ઉપરી તબિબિઅધિકારી ડો. અજય દવેના માર્ગ દર્શન હેઠળ એમ્બ્યુલન્સ ઉભી રાખી એમ્બ્યુલન્સ માં જ ડિલિવરી કરાવાની ફરજ પડી આ રીતે અમરેલી 108 ટીમે માતા ને બાળક નો જીવ બચાવી અને સલામત રીતે અમરેલી સિવિલ હોસ્પિટલમાં પહોંચાડેલ છે.