Main Menu

દામનગર ની સિવિલ ખુદ બીમાર તબીબ વિહોણી , અપૂરતા કાયમી ડોકટરો ની નિમણૂક ની ઉઠતી માંગ

દામનગર શહેર ની સિવિલ હોસ્પિટલ ધીરજ મોરારી અજમેરા હેલ્થ સેન્ટર ડોકટર વિહોણી મુખ્ય મેડિકલ ઓફિસર ડો સ્વામી ની ભાવનગર ખાતે બદલી થતા દામનગર શહેરી અને ૩૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારો માં ભારે કચવાટ સેવાભાવી તબીબ ની બદલી થતા દર્દી નારાયણો માં નારાજગી જોવા મળી. ડો સ્વામી ભાવનગર ખાતે બદલી અને દામનગર સિવિલ ને લીલીયા થી ડેપ્યુટશન અપાયું કાયમી તબીબ તરીકે ડો શ્રી ગાયકવાડ ને ઓડર અપાયો આટલી મોટી સી એ સી માં માત્ર એક જ તબીબ અને એ પણ ડેપ્યુટશન પર દામનગર શહેરી અને ૩૦ થી વધુ ગ્રામ્ય વિસ્તારો માટે કાયમી તંગી ભોગવતી સિવિલ ને કાયમી તબીબ મળશે કે કેમ ? ખૂબ મોટી ઓપીડી ધરાવતી ધીરજ મોરારી અજમેરા હેલ્થ સેન્ટર ને પૂરતા પ્રમાણ માં તબીબ અને જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવાય તે જરૂરી છે એક ડોકટર અપૂરતા ઓપીડી ઇમરજન્સી પી એમ કોર્ટ સહિત અનેકો કાર્યો માત્ર એક જ તબીબ કેમ કરી શકે ? આ અંગે દામનગર સિવિલ ભારે પીડા ભોગવે છે આટલી મોટી સિવિલ ખૂબ બીમાર કેમ ? સરકાર યોગ્ય ન્યાય કરે તેવી શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં થી ઉઠતી માંગ.