Main Menu

સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે તાલુકા કક્ષા નું વિજ્ઞાન પ્રદર્શન

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ના ખડસલી ગામે. G.C.R.T.E ગાંધીનગર પ્રેરીત અને ડાયેટ અમરેલી અને B. R. C. ભવન સાવરકુંડલા દ્વારા તાલુકા કક્ષા નું ગણિત અને વિજ્ઞાન નું ભવ્ય પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે તાલુકા ના બાળ વૈજ્ઞાનિકો દ્વારા 65 જેટલી વિજ્ઞાનના કૃતિ ઓ સમગ્ર તાલુકા ની જુદી જુદી. પ્રાથમિક શાળા ઓ ના વિદ્યાર્થીઓ શિક્ષકો ના માર્ગદર્શન તળે લાવીને તેનું નિર્દર્શન કર્યું હતું

આ પ્રદર્શન ના ઉદઘાટન સમારોહ માં મુખ્ય અતિથિ શ્રી અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ ના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ વીંછીયા તાલુકા સંઘ ના મંત્રી શ્રી દિલીપસિંહ શિક્ષણ સહકારી મંડળી ના શ્રી કાપડી ભાઈ ખડસલી ના સરપંચ ચેતનભાઈ માલાણી તથા અનિરુદ્ધ ત્રિવેદી મેરિયાના ગ્રામ પંચાયત ના સરપંચ તેમજ તાલુકા પે .સેન્ટર ના તમામ આચાર્ય હાજર રહિયા હતા

શાળા ના આચાર્ય શ્રી કેશવભાઈ કંટારીયા તથા સ્ટાફ દ્વારા પધારેલ મહેમાન નું શાલ અને સૂત્રમાલા અર્પણ કરી સ્વાગત કરવા માં આવ્યું હતું

આ પ્રસંગે ગામના આગેવાન શ્રી અનિરુદ્ધ ત્રિવેદી એ અથાક મહેનત કરી શાળા પરિવાર ને સાથે રાખી ને વ્યવસ્થા કરવી હતી

આ વિજ્ઞાન મેલા માં આજુબાજુ ની શાળા ઓ ના અસંખ્ય વિદ્યાર્થીઓ એ નિહાળું હતું