Main Menu

રાજુલા શહેર માં મહોરમ પર્વ ની કોમી એકતા સાથે શાંતિ પૂર્વક ઉજવણી

ઇસ્લામ ધર્મ ના પયગમ્બર એવા નબી સાહેબ ના ફરમાન માટે અને ઇસ્લામ ધર્મ ને બચાવવા માટે નવાસા યે રસુલ હજરત ઇમામ હુસેન અને તેમના પરિવાર સહિત 72 લોકો જે સત્ય ની લડાઈ માટે થઈ ને 1400વર્ષ પહેલાં કરબલાના ના મેદાન માં શહીદી વહોરી ને સત્ય ની રાહ માં શહીદ થયેલ 72લોકો ની યાદ માં ઉજવતા મહોરમ પર્વ ની રાજુલા માં પન કોમી એકતા અને ભાઈ ચારા સાથે ઉજવણી કરવા માં આવી હતી
        જેમાં 10દિવસ ની મહેફિલે મહોરમ બાદ આશુરા ની રાત અને દિવસ દરમિયાન રાજુલા શહેર માં જુદા જુદા વિસ્તાર ના 5 વધુ કલાત્મક તાજિયા યો શહેર ની મુખ્ય બજારો માં ફર્યા હતા અને મુસ્લિમ સમાજ માં હજારો લોકો આ જુલૂસ માં જોડાયા હતા ત્યારે સામાજિક રાજકીય આગેવાનો સહિત તમામ સમાજ ના લોકો યે શ્રીફળ વધેરી ને દર્શન કર્યા હતા અને તાજિયા પોલીસ સ્ટેશન પાસે પહોંચ્યા ત્યારે રાજુલા માં ફરજ બજાવતા પી આઈ જાડેજા સાહેબ પી એસ આઈ પંડીયા સાહેબ ફુલ્હાર કરીને ધન્યતા અનુભવી ને બંદગી કરી હતી તો ધારા સભ્ય અમરીશ ભાઈ ડેર પણ દર્શન અર્થે પધાર્યા હતા અને ઠેર ઠેર શરબત તેમજ ન્યાંજ વિતરણ કરીને શાંતિ પૂર્વક મહોરમ પર્વ ની ઉજવણી કરાય હતી ત્યારે રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા ખડે પગે રહીને રાત દિવસ બંદોબસ્ત જાળવી રાખતા મુસ્લિમ સમાજ ના આગેવાનો એવા ઉસ્માન ભાઈ ગોરી .રાજુ ભાઈ જોખીયા(વકીલ ) ઇસ્માઇલ ભાઈ જોખીયા .મહંમદ ભાઈ ગાહા .રસુલ ભાઈ કુરેશી .ઇરફાન ગોરી સહિત ના સમાજે આભાર વ્યક્ત કર્યો હતો….
તસ્વીર અહેવાલ શાહિદ ભટ્ટી વિક્ટર