Main Menu

ભાવનગર ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ.

આજે વિશ્વની સૌથી મોટી કહી શકાય એવી આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ દેશભરમાં થયો છે. ઝારખંડથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.જયારે ભાવનગર ખાતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આ યોજનાના પ્રારંભે ખાસ હાજર રહ્યા હતા. આ યોજના હેઠળ નોંધાયેલા પરિવારોને રૂ.પાંચ લાખ સુધીની સારવાર ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં મળએ
દેશના વડાપ્રધાન મોદી દ્વારા દેશના ગરીબ પરિવારોના આરોગ્યની ચિંતા કરતા એક એવી આરોગ્ય યોજના અમલમાં મૂકી છે જે વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના બનશે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઝારખંડ ખાતેથી આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.જયારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે અને જેમાં વિવિધ મથકો પર મંત્રીઓ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ભાવનગર શિશુવિહાર ખાતે આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં આજે આયુષ્યમાન ભારત યોજના નો પ્રારંભ થયો હતો.જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી-સાંસદ ભારતીબેન શિયાળ-મેયર-કમિશ્નર-જીલ્લા વિકાસ અધિકારી સહિતના લોકો જોડાયા હતા.દીપપ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જયારે શિક્ષણમંત્રીએ આ તકે ખાસ કહ્યું હતું કે હાલના સમયમાં ગરીબ અને મજુરી કામ કરી ગુજરાન ચલાવતા પરિવારોના તમામ બાળકો હવે શાળાએ જતા થયા છે કારણ કે સરકાર હવે તમામ ક્ષેત્રે બાળકોનું જતન કરી રહી છે જયારે આજથી અમલી બનવા જઈ રહેલી આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે જેમાં નોંધાયેલા લોકો ને પાંચ સુધીની આરોગ્ય સેવા સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં મફત મળશે.જેમાં સરકાર દ્વારા પ્રતિ કુટુંબ રૂ.૩૬૦.૮૦ લેખે પ્રીમીયમ ભરશે.