Main Menu

શેત્રુંજી નદીમાંથી રોયલ્ટી વગર રેતી ચોરી કરતું ડમ્‍પર પકડી પાડતી એલ.સી.બી. અમરેલી

શેત્રુંજી નદીમાંથી રોયલ્ટી વગર રેતી ચોરી કરતું ડમ્‍પર પકડી પાડતી એલ.સી.બી. અમરેલી

અમરેલી જિલ્લામાંથી પસાર થતી હોય નદીઓમાં થી રેતી ચોરી કરવાનું દુષણ શરૂ હોય અને ખનીજ ચોરી કરતાં તત્વો રોયલ્ટીની ચોરી કરતાં હોય તેમજ પર્યાવરણને નુકશાન કરતાં હોય જેથી *પોલીસ અધિક્ષક સાહેબશ્રી અમરેલી* નાઓએ રેતી ચોરી સદંતર બંધ કરાવવા સુચના આપેલ હોય જે ગેરકાયદેસર પ્રવૃતિ બંધ થાય તે રીતે તમામને કામગીરી કરવા સુચનાઓ આપવામાં આવેલ જે અન્વયે ગઇ કાલ તા.૩૦/૦૯/૨૦૧૮ ના રાત્રિના *અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી.ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ* દ્વારા અમરેલી સાવરકુંડલા રોડ ઉપર આવેલ ગોખરવાળા ગામ પાસે શેત્રુંજી નદીના પટ્ટમાંથી ગે.કા. રોયલ્ટી વગર રેતી ચોરી કરી નીકળતાં ડમ્પરને પકડી વાહન ચાલક અને માલિક વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
💫 *પકડાયેલ આરોપીઃ-*
(૧) કિશનભાઇ અરવિંદભાઇ પરમાર ઉ.વ.૨૨, ધંધો ડ્રાઇવીંગ રહે. અમરેલી જેસીંગપરા  કુકાવાવનાકા સુળીયા ટીંબા તા.જી.અમરેલી
💫  *કબજે કરેલ મુદ્દામાલઃ-*
૧૨૪૦૫ કિ.ગ્રા. રેતી કિં.રૂ.૬૨૦૨/- તથા ડમ્પ.ર વાહન નં. જી.જે.૦૩.એ.ડબલ્યુ.૬૮૪૦  કિં.રૂ.૪,૦૦,૦૦૦/- મળી *કુલ કિં.રૂ.૪,૦૬,૨૦૨/- નો મુદ્દામાલ.*
💫શેત્રુંજી નદીના પટ્ટમાંથી રેતી ચોરી કરી નીકળતાં વાહન ચાલક તથા વાહન માલિક લાલો રહીમશા શાહમદાર રહે. અમરેલી સુળીયા ટીંબા વાળા વિરૂધ્ધ  અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી.કરવામાં આવેલ છે. અને આ રેતી ચોરીના ગુન્હામાં અન્ય આરોપીઓ સંડોવાયેલ છે કે કેમ તે અંગે તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.