Main Menu

અમરેલીના ચિતલ ગામે રાંઢીયા રોડે સીમમાં થયેલ લુંટનો ભેદ ઉકેલતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં બનતાં મિલકત સબંધી ગુન્હાઓ ગુન્હાઓના ભેદ ઉકેલી તેના આરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ લુંટના ગુન્હાના આરોપીને ઝડપી પાડેલ છે.
બનાવની હકિકત એવી છે કે ગઇ તા.૧૦/૦૯/૨૦૧૮ ના રોજ ચિતલ જસવંતગઢ ગામે રહેતાં સાગરભાઇ અરવિંદભાઇ માંગરોળીયા પોતાની રાંઢીયા રોડ ઉપર આવેલ વાડીમાં રાત્રીના સમયે પાણી વાળતાં હતા તે દરમ્યાન અજાણ્યા ઇસમોએ સાગરભાઇને આડેધડ માર મારી ઇજાઓ કરી ફરીયાદી પાસે રહેલ બે મોબાઇલ ફોનની લુંટ કરી નાશી ગયેલ હતા. સદરહું ગુન્હો અનડીટેકટ હોય જેથી ટેકનીકલ તથા બાતમીદારોના સોર્સથી માહિતી મેળવી સદરહું ગુન્હાનો ભેદ ઉકેલી નાખવામાં આવેલ છે.

ધરપકડ કરાયેલ આરોપીઓ :

(1) નંગરૂ ભીલુભાઇ મહિડા ઉ.વ.૨૨ ધંધો.મજુરી રહે.હાલ ચિતલ વિઠ્ઠલભાઇ માંગરોળીયાની વાડીએ મુળ વતનઃ- ચમારબેગડા તા.જી.અલીરાજપુર મધ્યપ્રદેશ
(2) કાર્યદાના સંધર્ષમાં આવેલ કિશોર રહે. – ચમારબેગડા તા.જી.અલીરાજપુર મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશ નાસી ગયેલ આરોપી :
સંજય રામસીંગ ટોકરીયા રહે.ચમાર બેગડા તા.જી.અલિરાજપુર મધ્યપ્રદેશ

સદરહું આરોપીઓએ લુંટી લીધેલ મોબાઇલ કાયદના સંધર્ષમાં આવેલ કિશોરના બનેવી ખેલસીંગ મેથલીયાભાઇ ભુરીયા રહે.ગઢકા તા.જી.રાજકોટ વાળાને રૂા.૩૦૦૦/- માં વહેચી નાખેલ હોય તેની પાસેથી રીકવર કરવામાં આવેલ છે.નાસી ગયેલ આરોપીને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવેલ છે. આગળની વધુ તપાસ થવા સારૂ આરોપીઓને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે.  આમ, અમરેલી એસ.ઓ.જી. ટીમને ચિતલ ગામની સીમમાંથી ફરીયાદીને આડેધડ માર મારી બે મોબાઇલની લુંટ નો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.