Main Menu

ભારતીય રેલ્‍વેમાં માજી સૈનિકોની ભરતી

ભારતીય રેલ્‍વેમાં માજી સૈનિકોને ગેટકીપર તરીકેભરતી થવાની તક સાંપડે છે. અમદાવાદ-૪૭૩, વડોદરા-૧૩૬, રાજકોટ-૨૭૩ અને ભાવનગર- ૫૬૭ જગ્યાઓ પર ભરતી થવા માટે અમરેલી, રાજકોટ, મોરબી, સુરેન્‍દ્રનગર, ભાવનગર બોટાદ જિલ્‍લામાં વસવાટ કરતા માજી સૈનિકોએ આર્મી વેલફેર પ્‍લેસમેન્‍ટ નોડ-અમદાવાદમાં નોંધણી કરાવવાની રહેશે. વધુ વિગતો માટે ફોન નં.૦૭૯-૨૨૮૬૪૩૭૭, મોબાઇલ નં.
૯૪૦૯૩૦૪૭૨૯ પર સંપર્ક સાધવાનો રહેશે, તેમ જિલ્‍લા સૈનિક કલ્‍યાણ અને પુર્નવસવાટ અધિકારીશ્રી-રાજકોટની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.